-: સંપર્ક કરવા માટે :-
જો આપ રાઇટ ટુ રિકોલ પાર્ટી દ્વારા પ્રસ્તાવિત કાયદાઓથી સંતુષ્ટ હોવ અને તેને દેશમાં લાગુ કરવા ઇચ્છતા હોય તો આ અભિયાનને આગળ વધારવામાં માટે અમારે કાર્યકર્તાઓની જરૂર છે. જો આપ સમય આપી શકતા હોય તો આ ફોર્મ ભરો. અમે આપનો સંપર્ક કરીશું. ધન્યવાદ
ભારતનું એક ભાવિ- જો ‘રાઈટ ટુ રિકોલ પાર્ટી’ નાં પ્રસ્તાવિત વટહુકમો પર સહી ન થાય, તો
અમારી મુખ્ય દરખાસ્તો છે- રિકોલ, નાગરીકોને ખાણોની રોયલ્ટી આપી ગરીબી ઘટાડવી, નાગરિકોને કાયદાઓ વગેરે પર ‘હા’,’ના’ નોંધવા દેવી વગેરે.
હવે, માનો કે આ દરખાસ્તો એક યા બીજા સ્વરૂપે અમલમાં ન આવે, તો ભારતની પરિસ્થિતિ શુ થશે?
ભારતમાં મંત્રીઓ, અધિકારીઓ, ન્યાયાધીશો વગેરેનો ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને રોજ વધતો રહેશે.
ગરીબોનું અનાજ, કઠોળ વગેરેનું સેવન ઘટી રહ્યું છે. ગરીબોમાં મકાનની અછત વધી રહી છે. પોલીસમાં અને ન્યાયાધીશોમાં વધતાં ભ્રષ્ટાચારને કારણે ગુનાખોરી પણ વધી રહી છે. રિકોલ વિના ભ્રષ્ટાચાર ૧%(ટકા) પણ ઘટવાનો નથી. આમ, ભ્રષ્ટાચાર નહિ ઘટે અને ગુનાખોરી વધતી જશે.
તે ઉપરાંત અમેરિકા અને અન્ય પશ્ચિમી રાષ્ટ્રોનાં પૈસાદારો અને નેતાઓ ભારતનાં નેતાઓને ભારતમાં પરમાણું હથિયારો ન બને અને ભારતમાં હથિયારોનું ઉત્પાદન ન થાય, તે માટે અધિકારીઓ અને નેતાઓને પુષ્કળ લાંચ આપે છે. રિકોલની વ્યવસ્થા ન હોવાથી નાગરીકો તેઓને રોકી પણ નથી શકતા. આથી દિવસે-દિવસે આપણી સેના નબળી પડતી જાય છે. બીજી બાજુ અમેરિકાની સેના, પશ્ચિમની સેનાઓ અને ચીનની સેના દિવસે-દિવસે શક્તિશાળી બનતી જાય છે. તેઓ પાકિસ્તાનની સેનાને પુષ્કળ મદદ પણ આપે છે. આથી ભારતની સલામતી ભયમાં આવે છે.
ભારતમાં સામાન્ય નાગરિકની ખરીદ-શક્તિ ઘટી રહી છે અને એટલે તે ઓછું અને ઓછું અનાજ, કઠોળ ખાય છે. આ અનાજ દવાઓની કિંમત વધવાથી લાખો લોકો ઈસાઈ બની રહ્યા છે, કારણ કે, મિશનરીઓ તેઓને અનાજ આપે છે અને નાગરિકોને ખાણોની રોયલ્ટી અને જમીનનું ભાડું ન મળવાથી અને સરકારોએ દવાની સબસીડી ઘટાડવાથી સામાન્ય નાગરીકો પાસે દવાઓ નથી અને મિશનરીઓ તેઓને દવાઓ આપે છે અને તેથી પણ ઘણાં ગરીબો ઈસાઈ બની રહ્યા છે. તે ઉપરાંત નાગરીકો પાસે જિલ્લા શિક્ષણ અધિકારીને કાઢી મુકવા માટેની કોઈ જ પ્રોસીજર નથી. તેથી સરકારી શાળાઓમાં શિક્ષણ કથળી ગયું છે. આથી પણ ઘણાં ગરીબો ઈસાઈ બની રહ્યા છે. તે ઉપરાંત અનાજની ખપતમાં ઘટાડો ઘણાં ગરીબોને નકસલવાદી બનાવી રહ્યો છે અને પોલીસ અને ન્યાયાધીશોનો ભ્રષ્ટાચાર અને દમન પણ નકસલવાદને વધારો આપે છે. આમ, જો ભારતમાં અનાજની અછત નહી ઘટે, તો મિશનરીઓ અને નક્સલી નેતાઓની શક્તિ વધતી જશે અને હથિયારોનું ઉત્પાદન ઘટતું જશે, તો કોઈપણ રાષ્ટ્ર ભારત પર ખાણો પચાવી પાડવા કે ભારતીયોને ઈસાઈ બનાવવા હુમલો કરતાં ખચકાશે અહીં અને જો રિકોલની વહીવટી પ્રોસીજર નહી આવે, તો ગરીબી વધતી જશે અને હથિયારોનું ઉત્પાદન પણ વધશે નહી અને ભારત ફરીથી ઈ.સ.૧૮૫૭ની જેમ અમેરિકા કે ચીન કે અન્ય રાષ્ટ્રનું ગુલામ બની જશે.