1) ધન વાપસી પાસબૂક #RRP01 , #DhanVapsiPassbook

( DhanVapsi Passbook– Directly Deposit Mineral Royalty in Citizens Account )

આ કાયદાનો સાર : દેશના ખનિજોની લૂંટ રોકવા માટે આ કાયદો લખવામાં આવ્યો છે. ગેઝેટમાં આ કાયદાના છપાયા ના તુરંત બાદ, ભારત સરકારના નિયંત્રણ હેઠળના તમામ ખનિજ અને કુદરતી સંસાધનોને દેશના નાગરિકોની સંપત્તિ જાહેર કરવામાં આવશે, અને 30 દિવસની અંદર દરેક મતદારને ધન વાપસી પાસબુક મળશે. પછી દેશની તમામ ખનીજ + સ્પેક્ટ્રમ + સરકારી જમીન પરથી મળતી રોયલ્ટી અને ભાડું “135 કરોડ ભારતીયો નું સંયુક્ત ખાતું” નામના બેંક ખાતામાં જમા થશે. એકત્રિત રકમમાંથી 65% તમામ ભારતીયોમાં સમાન રીતે વહેંચવામાં આવશે અને 35% સેના ના ખાતા માં જશે. દરેક ભારતીયના હિસ્સામાં આવેલ રકમની એન્ટ્રી ધન વાપસી પાસબુક માં આવશે. ખનિજોની હરાજી કરીને નાણાં એકત્ર કરનાર રાષ્ટ્રીય ખનીજ રોયલ્ટી અધિકારી ધન વાપસી પાસબુક ના દાયરા માં આવશે અને નાગરિકો તલાટી કાર્યાલય માં જઈને તેમને બરતરફ કરવા માટે પોતાની સ્વીકૃતિ આપી શકશે. જો ખનીજ અધિકારી કે તેના સ્ટાફ સામે ગેરરીતિ કે અન્ય કોઇ ફરિયાદ આવે છે તો તે સાંભળવાની અને સજા કરવાની સત્તા જજ પાસે નહીં પરંતુ સામાન્ય નાગરિકોની જ્યુરી પાસે રહેશે. આ કાયદો દેશમાં તમામ ખાણોના વેચાણ પર પ્રતિબંધ લગાવે છે. આ કાયદો સંસદ દ્વારા પસાર કરવાની જરૂર નથી. પ્રધાનમંત્રી તેને સીધા ગેઝેટમાં છાપી શકે છે. #RRP01

,

ટિપ્પણીઓ આ કાયદાનો ભાગ નથી. નાગરિકો અને અધિકારીઓ માર્ગદર્શન માટે ટિપ્પણીઓનો ઉપયોગ કરી શકે છે.

,

ભાગ (I): તમામ નાગરિકો માટે સામાન્ય સૂચનાઓ

,

(01) આ કાયદાના ગેઝેટમાં છપાયા ના 30 દિવસ ની અંદર દરેક મતદારને ધન વાપસી પાસબુક પ્રાપ્ત થશે.

,

(02) ગેઝેટમાં આ કાયદાના પ્રકાશન પછી, ભારત ની કેન્દ્ર સરકાર ને મળી રહેલી ખનિજ રોયલ્ટી, સ્પેક્ટ્રમ રોયલ્ટી અને કેન્દ્ર સરકાર દ્વારા હસ્તગત કરેલી જમીનોના ભાડા માંથી પ્રાપ્ત રાશિ ના 65% હિસ્સો ભારતના નાગરિકો માં સમાન રીતે વહેંચવામાં આવશે, અને દર મહિને આ રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. બાકીના 35% નો ઉપયોગ ફક્ત સેનાની સુધારણા માટે કરવામાં આવશે. જ્યારે તમે ધન રાશિ પ્રાપ્ત કરશો, ત્યારે તેની એન્ટ્રી ધન વાપસી પાસબુક માં આવશે.

,

(03) આ કાયદો કોઈ વચન આપતો નથી કે તમને દર મહિને રૂ .500 અથવા રૂ .1000 અથવા કોઈ નિશ્ચિત રકમ મળશે. જો ખનીજ/સ્પેક્ટ્રમ અથવા જમીનનું બજાર મૂલ્ય વધે તો આવક અને ભાડા ની આવક વધી શકે છે. પરંતુ જો ખનિજની આવક અને ભાડું ઘટશે તો નાગરિકોને દર મહિને મળતી આ રકમ પણ ઘટશે.

,

(04) રાષ્ટ્રીય ખનીજ રોયલ્ટી અધિકારી (NMRO=National Mineral Royalty Officer) પાસે ખનીજ રોયલ્ટી અને સરકારી જમીન ના ભાડા નક્કી કરવા, તેને એકત્રિત કરવા અને તમામ નાગરિકોના બેંક ખાતામાં જમા કરવા માટે જરૂરી સ્ટાફ અને સત્તા હશે. પ્રધાનમંત્રી દ્વારા NMRO ની નિમણૂક કરવામાં આવશે, પરંતુ જો તમને સમયસર આ પૈસા ન મળી રહ્યા હોય અથવા અન્ય કોઈ કારણસર તમે NMRO ને નોકરીમાંથી કાઢી ને બીજા કોઈને લાવવા માંગતા હો, તો તમે તલાટી ની ઓફિસે ધન વાપસી પાસબુક લઇ જઈ ને તમારી સ્વીકૃતિ ની નોંધણી કરાવી શકશો. તમે તમારી સ્વીકૃતિ SMS, ATM અથવા મોબાઇલ એપ દ્વારા પણ આપી શકો છો.

,

(05) તમે કોઈ પણ દિવસે તલાટી ઓફિસમાં જઈ અને તમારી સ્વીકૃતિ રદ કરી શકો છો, અને તમે કોઈપણ દિવસે રાષ્ટ્રીય ખનીજ અધિકારીના અન્ય કોઈપણ ઉમેદવારને સ્વીકૃતિ આપી શકો છો. જ્યારે તમે કોઈપણ ઉમેદવાર માટે હા દાખલ કરો છો અથવા તમારી સ્વીકૃતિ રદ કરો છો, ત્યારે તલાટી તેની એન્ટ્રી તમારી ધન વાપસી પાસબુક માં કરશે.

,

(06) આ કાયદો પસાર થયા પછી, જો રાષ્ટ્રીય ખનીજ અધિકારી અથવા તેનો સ્ટાફ કોઈ ઉચાપત, ગબન, બેદરકારી, ભ્રષ્ટાચાર કરે છે, અથવા અન્ય કોઈ બાબત માં તેમના વિશે કોઈપણ ફરિયાદ આવે છે અને જો તમારું નામ મતદાર યાદીમાં હોય, તો તમને જ્યુરી ડ્યુટી માટે બોલાવી શકાય છે. જ્યુરી ડ્યુટીમાં, તમારે આરોપીઓ, પીડિતો, સાક્ષીઓ અને બંને પક્ષોના વકીલો દ્વારા રજૂ કરાયેલા તથ્યો-પુરાવા વગેરે જોઈને દલીલો સાંભળવી પડશે અને સજા / દંડ અથવા મુક્તિનો ચુકાદો આપવો પડશે.

,

(07) રાષ્ટ્રીય ખનિજ અધિકારી ભારતભરની તમામ ખાણો, સ્પેક્ટ્રમ, સરકારી જમીનની ખુલ્લી હરાજી કરશે. તે કેન્દ્ર સરકારની માલિકીની જમીનોની રૂપરેખા તૈયાર કરશે અને આ તમામ જમીન પર લીઝ નો સમયગાળો પણ નક્કી કરશે. પરંતુ જળ સંસાધનો પર ખનીજ અધિકારીનો કોઈ અધિકાર રહેશે નહીં.

,

(08) રાષ્ટ્રીય ખનિજ અધિકારી દરેક વ્યક્તિ અથવા કંપની જેની પાસે ખાણ, સ્પેક્ટ્રમ, સરકારી જમીન વગેરે લીઝ પર છે, તેની પાસે થી દર મહિને રોયલ્ટી અને ભાડા એકત્ર કરશે , અને દર મહિને એકત્રિત કરેલી રકમ ભારતના તમામ પુખ્ત નાગરિકોના બેંક ખાતામાં જમા કરશે. તમામ નાગરિકોને લગભગ સમાન રકમ મળશે પરંતુ આ રકમ વ્યક્તિની ઉંમર, તેના પુત્રો અથવા પુત્રીઓની સંખ્યા, અપંગતા (વિકલાંગતા) વગેરેના આધારે વધુ કે ઓછી હોઈ શકે છે. વિતરણ અનુપાત ની માહિતી આગળ ની ધારાઓ માં આપવામાં આવી છે.

,

(09) કેટલાક કિસ્સાઓમાં, કોઈપણ એક રાજ્યમાં રહેતા નાગરિકો ને તેમના રાજ્યના ખનીજ અને જમીનમાંથી પ્રાપ્ત રકમ ઉપરાંત વધારાની રકમ મળી શકે છે, પરંતુ આ રકમ દેશના તમામ નાગરિકો દ્વારા પ્રાપ્ત રકમના બે ગણાથી વધારે નહીં હોય. અને એવા વિસ્તારો કે જેની સરહદ દુશ્મન દેશો સાથે છે અથવા સુદૂર વિસ્તારોમાં રહેતા નાગરિકો ને પણ વિભાજિત રકમમાંથી વધારાના નાણાં મળી શકે છે. પરંતુ ઉપરોક્ત અપવાદોને બાદ કરતાં અન્ય તમામ નાગરિકોને સમાન હિસ્સો મળશે.

,

(10) આ કાયદો માત્ર કેન્દ્ર સરકાર ને આધીન ખાણો, સ્પેક્ટ્રમ અને જમીનોને લાગુ પડશે. પરંતુ કેન્દ્ર સરકાર હેઠળના જળ સંસાધનો આ કાયદાના દાયરાની બહાર રહેશે. આ કાયદો રાજ્ય, નગરપાલિકાઓ, જિલ્લાઓ, તાલુકાઓ , ગ્રામ પંચાયતોના અધિકારક્ષેત્ર હેઠળની ખાણો અને જમીનોને પણ લાગુ પડશે નહીં. મુખ્યમંત્રી, મેયર અને સરપંચ તેમના રાજ્ય / નગર / જિલ્લા / તાલુકા / ગામની માલિકીની ખનીજ અને જમીનોમાંથી મેળવેલી આવક ને તેમના રાજ્ય / નગર / જિલ્લા / તાલુકા / ગામના નાગરિકોમાં વહેંચવા માટે આવો જ સમાન કાયદો લાગુ કરી શકે છે અથવા તેમને આવું કરવાની જરૂર નથી. આ કાયદો પાણી કે પાણીના વિતરણ માંથી પ્રાપ્ત રકમ પર લાગુ પડશે નહીં.

,

ભાગ (II) : નાગરિકો અને અધિકારીઓ માટે સૂચનાઓ

(11) રાષ્ટ્રીય સંપત્તિઓ પર નાગરિકોની માલિકીની ઘોષણા : ભારતના નાગરિકો દેશ ની તમામ ખાણો, સ્પેક્ટ્રમ, આઇઆઇએમ અમદાવાદ સહિત તમામ આઇઆઇએમ ની જમીન , જેએનયુ ની જમીન , તમામ યુજીસી દ્વારા સંચાલિત તમામ યુનિવર્સિટીઓ અને કોલેજો કે જેનું સ્વામિત્વ ખાનગી કંપનીઓ કે ટ્રસ્ટો ની પાસે નથી તેની જમીન ને સંયુક્ત અને સમાન રૂપ થી ભારતીય નાગરિકો ની સંપત્તિ ઘોષિત કરે છે. હવેથી આ જમીન ભારત ની રાજ્ય સરકાર અથવા ભારત ની કેન્દ્ર સરકાર અથવા અન્ય કોઈ સરકારી પક્ષ અથવા ખાનગી પક્ષની મિલકત નથી. ભારતના તમામ અધિકારીઓ, પ્રધાનમંત્રી, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને વિનંતી કરવામાં આવે છે કે ભારતના નાગરિકોના ઉપરોક્ત નિર્ણય વિરુદ્ધ કોઇ અરજી સ્વીકારે નહીં.

,

(12) રાષ્ટ્રીય ખનીજ રોયલ્ટી અધિકારીનું જમીનો પર અધિકારક્ષેત્ર

(12.1) નીચેના મંત્રાલયો અને વિભાગોના તમામ પ્લોટ રાષ્ટ્રીય ખનિજ અધિકારીના અધિકારક્ષેત્ર હેઠળ આવશે :

01. વિજ્ઞાન , ચિકિત્સા , ગણિત અને એન્જિનિયરિંગની શૈક્ષણિક સંસ્થાઓ ને છોડીને IIM અને UGC દ્વારા સંચાલિત તમામ યુનિવર્સિટીઓ અને કોલેજો.

02. એરપોર્ટ, એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સની માલિકીની તમામ ઇમારતો.

03. પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રાલય

04. ઉપભોક્તા કાર્ય અને જાહેર વિતરણ મંત્રાલય

05. માહિતી ટેકનોલોજી મંત્રાલય

06. લઘુ ઉદ્યોગ અને કૃષિ અને ગ્રામોદ્યોગ મંત્રાલય

07. કાપડ ઉદ્યોગ મંત્રાલય

08. યુવા બાબતો અને રમત મંત્રાલય 09. માહિતી અને પ્રસારણ મંત્રાલય

10. માનવ સંસાધન વિકાસ મંત્રાલય

11. ગ્રામીણ વિકાસ મંત્રાલય

12. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

13. શહેરી વિકાસ અને ગરીબી નિવારણ મંત્રાલય

14. રાષ્ટ્રીય માનવાધિકાર પંચ અને નીતિ આયોગ

,

(12.2) આ કાયદો દેશમાં તમામ ખાણો અને સરકારી જમીનના વેચાણ પર પ્રતિબંધ મૂકે છે.

(12.3) ખાનગી વ્યક્તિઓ, કંપનીઓ, ટ્રસ્ટો, રાજ્ય સરકારો અને શહેર/જિલ્લા શાશન ની માલિકીની જમીન પર રાષ્ટ્રીય ખનિજ રોયલ્ટી અધિકારીનો કોઈ અધિકાર રહેશે નહીં. સેના , કોર્ટ, જેલ, રેલવે, બસ સ્ટેશન, ધોરણ 12 સુધીની સરકારી શાળાઓ અને કર વસૂલાત કચેરીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પ્લોટ પણ ખનિજ અધિકારી ના અધિકારક્ષેત્રની બહાર રહેશે.

,

(12.4) તમામ મેડિકલ કોલેજો, આઈઆઈટી, એનઆઈટી, એન્જિનિયરિંગ કોલેજો, IISC , વિજ્ઞાન અને ગણિત કોલેજોને આરોગ્ય મંત્રાલય અથવા રક્ષા મંત્રાલય અથવા વિજ્ઞાન મંત્રાલય , જેમ વડા પ્રધાન નક્કી કરે તેમ, નો ભાગ બનાવવામાં આવશે. સંબંધિત મંત્રી આ કોલેજોના રોજિંદા સંચાલન માટે અધ્યક્ષની નિમણૂક કરશે. તમામ કોલેજો કે જેમાં મેડિકલ, સાયન્સ, મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તે પ્લોટ ખનિજ અધિકારીના અધિકારક્ષેત્રમાં આવશે નહીં.

,

(13) ભારત સરકારની માલિકીની જમીનો માંથી ભાડાની વસૂલાત

(13.1) બિનઉપયોગી જમીન માટે - ખનિજ રોયલ્ટી અધિકારી, તેમના વિવેકબુદ્ધિથી, કોઈપણ જમીનને યોગ્ય કદના પ્લોટો માં વહેંચશે અને દરેક પ્લોટ માટે હરાજી કરશે. હરાજી માટે નીચેની શરતો રહેશે:

  1. લીઝ 5, 10, 15, 20 અથવા 25 વર્ષ માટે હશે. ખનિજ રોયલ્ટી અધિકારી આમાંના કોઈપણ સમયગાળાનો નિર્ણય કરશે. પરંતુ લીઝ 25 વર્ષથી વધારે રહેશે નહિ.।

  2. બોલી લગાવવા વાળા માસિક ભાડા અને લીઝ સમયગાળા માટે બોલી લગાવશે જે મહત્તમ લીઝ સમયગાળા કરતા ઓછો હોઈ શકે. બોલી નું પ્રારૂપ માસિક ભાડા અને લીઝ મહિના મુજબ હશે. એક વ્યક્તિ એક કરતા વધારે બોલી લગાવી શકે છે. લીઝની ન્યૂનતમ મુદત 12 મહિનાની રહેશે.।

  3. ટેન્ડરનો ભાર (માસિક ભાડું) / લોગ (માસિક લીઝ) મુજબ હશે. એટલે કે, ભાડું જેટલું વધારે , ભાર તેટલો વધારે છે અને લીઝ જેટલી લાંબી , ભાર તેટલો ઓછો રહેશે.।

  4. ટેન્ડરો સંપૂર્ણપણે પારદર્શક અને જાહેર હશે, અને તમામ ટેન્ડરો બધાને દેખાશે.

  5. ખનીજ અધિકારી ટેન્ડરોના ભાર પ્રમાણે પ્લોટ આપશે. (માસિક_ ભાડું) / લોગ (માસિક_લીઝ)

  6. ખનિજ રોયલ્ટી અધિકારી જમા રાશિ તરીકે 6 મહિનાનું ભાડું અથવા તેની સમકક્ષ રકમ લેશે.

  7. ભાડૂત કોઈપણ દિવસે જમીન ખાલી કરવા અને ચૂકવવામાં આવતા ભાડાને બંધ કરવા માટે સ્વતંત્ર રહેશે.

,

(13.2) લીઝના સમયગાળા દરમિયાન લીઝ પર આપેલ પ્લોટની આજુબાજુના 1 ચો.કિ.મી.ના વિસ્તારમાં જમીનની કિંમતમાં ફેરફારની ટકાવારી, જે દિવસે લીઝ પર દેવામાં આવેલ પ્લોટ ના ભાડા માં સંશોધન કરવામાં આવેલ છે, અને પ્રવર્તમાન અસરકારક વ્યાજ દરમાં ટકાવારીના ફેરફારને આધારે ખનિજ રોયલ્ટી અધિકારી દર 3 વર્ષે ભાડા માં સંશોધન કરશે.

,

(13.3) લીઝ અવધિની સમાપ્તિ પછી, ખનિજ રોયલ્ટી અધિકારી નવી હરાજી કરશે, જેમાં હાલના લીઝ ધારકને નીચેના વધારાના લાભો મળશે:

  1. તેના તેનો ટેન્ડર ભાર ને 1.1 થી 1.5 દ્વારા ગુણાકાર કરવામાં આવશે જે તેના પર નિર્ભર રહેશે કે તેણે કેટલા વર્ષ સુધી ભાડું ચૂકવ્યું છે.

  2. હરાજી સમાપ્ત થયા પછી 3 મહિનાની અંદર તે પોતાની બોલી વધારી શકે છે.

  3. નવા લીઝ ધારક દ્વારા ચૂકવવામાં આવેલા 6 મહિનાના એડવાન્સ ભાડામાંથી, હાલના લીઝ ધારકને 20% થી 50% રકમ મળશે જે તેના આધારે નક્કી થશે કે હાલના લીઝ ધારકે કેટલા મહિના સુધી જમીન લઇ રાખી હતી ?

  4. પરંતુ જો હાલના લીઝ ધારક હરાજીમાંથી ચુકી જાય છે, તો ત્યારે તેણે તે જમીન પરથી તેની મિલકતને હટાવી શકે છે અથવા વેચી શકે છે. પરંતુ તેણે આ જમીન ખાલી કરવી પડશે.

,

(13.4) જો હાલના લીઝ ધારક ચાલુ લીઝ પર ના પ્લોટ પર બોલી લગાવે છે, તો તેને 25% વધુ (25% * લીઝ મહિનામાં /300) ની સાથે મહત્તમ 50% સુધી નું બોનસ મળશે. એટલે કે તેની બોલીનો ભાર 1.25 થી 1.50 ના ગુણાંક માં વધશે. પરંતુ તે તેનાથી વધુ નહીં હોય.।

,

(13.5) જો કોઈ પ્લોટ લીઝ પર છે, તો ખાણ અધિકારી પ્લોટની આજુબાજુના 1 કિલોમીટર વિસ્તારમાં છેલ્લા 3 વર્ષમાં વેચાયેલી જમીનની વેચાણ કિંમતનો મઘ્યક લઈને તેના આધારે પ્લોટની કિંમત નક્કી કરશે અને આગામી 10 વર્ષ માટે (બજાર મૂલ્ય * પ્રવર્તમાન વ્યાજ દર / 3) ના રૂપ માં વાર્ષિક ભાડું નક્કી કરશે. ભાડું દર 3 વર્ષે સંશોધિત કરવામાં આવશે. 10 વર્ષ પછી આવા પ્લોટ પર કલમ 13.1 માં ઉલ્લેખિત નિયમો લાગુ થશે.

,

(13.6) ખનીજ રોયલ્ટી અધિકારી એકત્ર કરાયેલા ભાડામાંથી 35% સંરક્ષણ મંત્રીને સેના ને મજબૂત કરવા શસ્ત્રો પુરા પાડવા માટે અને તમામ નાગરિકોને હથિયાર ચલાવવા ની તાલીમ આપવા માટે આપશે.

,

(14) જમીનો માંથી પ્રાપ્ત ભાડા અને ખનીજ રોયલ્ટી નું નાગરિકો માં વહેંચણી.

(14.1) ખનીજ રોયલ્ટી અધિકારી એકત્રિત ભાડામાંથી 35% દર મહિને તે નાગરિકોને મોકલશે જે છેલ્લા 10 વર્ષથી અમુક રાજ્યમાં રહે છે. પરંતુ આ રકમ પાછલા વર્ષમાં ભારતના નાગરિકોને પ્રાપ્ત થયેલી રકમ ની બમણી કરતા વધારે નહીં હોય. ખનીજ રોયલ્ટી અધિકારી બાકીના ભાડા ની રકમ દર મહિને ભારતના નાગરિકોને મોકલશે.

,

(14.2) આ કાયદો પસાર થયાના એક વર્ષ પછી નાગરિકોને મળવા પાત્ર ભાડું નીચે મુજબ બદલાશે:

  1. જો તેને (0 પુત્ર), (0 પુત્ર, 1 પુત્રી), (0 પુત્ર, 2 પુત્રી) હોય, તો ભાડું 33% વધુ મળશે અને જો તેની ઉમર 60 વર્ષ છે, તો ભાડું 66% વધુ મળશે.

  2. જો તેને (1 પુત્ર, 0 પુત્રી), (1 પુત્ર, 1 પુત્રી), (1 પુત્ર, 2 પુત્રી) હોય તો ભાડું 15% વધુ મળશે અને જો તેની ઉમર 60 વર્ષ છે, તો ભાડું 33 % વધુ મળશે.

  3. જો તેને (2 પુત્ર, 0 પુત્રી), (2 પુત્ર, 1 પુત્રી) હોય તો ભાડામાં કોઈ ફેરફાર થશે નહીં - ન વધશે કે ન ઘટશે.

  4. જો તેને (2 પુત્ર, 2 પુત્રી) અથવા (3 પુત્ર, 1 પુત્રી) હોય, તો ભાડું 33% ઓછું મળશે.

  5. જો તેને 4 થી વધુ બાળકો હોય, તો ભાડું 66% ઓછું હશે.

  6. અહીં જોડિયા બાળક ને એક સંતાન તરીકે ગણવામાં આવશે અને દત્તક લીધેલા બાળકોની ગણતરી કરવામાં આવશે નહી.

,

(14.3) 60 વર્ષથી ઉપરના પુરુષો અને 55 વર્ષથી ઉપરની મહિલાઓ માટે મળવાપાત્ર ભાડું 33% વધારે હશે અને 75 વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને 70 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે મળવાપાત્ર ભાડું 66% વધારે હશે.

,

(14.4) 7 વર્ષથી ઓછી ઉંમરના બાળકને કોઈ ભાડું ચૂકવવામાં આવશે નહીં. 7 વર્ષથી 14 વર્ષ સુધીના બાળકો માટે મળવા પાત્ર ભાડું સામાન્ય ભાડાના ત્રીજા ભાગ (33%) અને 14 થી 18 વર્ષના બાળકોને સામાન્ય ભાડાના બે તૃતીયાંશ (66%) મળશે. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને મળેલું ભાડું તેની માતાને ચૂકવવામાં આવશે, સિવાય કે જ્યુરી ખનિજ રોયલ્ટી અધિકારીને બાળકના પિતા અથવા અન્ય કોઇ સંબંધીને ચૂકવવાનો આદેશ આપે અથવા જો માતા જીવિત ન હોય તો.

,

(14.5) વધુમાં, જો જ્યુરીને એવું જોવે છે કે પતિ એક અથવા વધુ બાળકોની સારી સંભાળ લેતો નથી, તો જ્યુરી ખનિજ અધિકારીને પિતા ને મળતા ભાડાનો અડધો હિસ્સો માતાને ચૂકવવાનો આદેશ આપી શકે છે. આવી સ્થિતિમાં ખનિજ અધિકારી અડધો હિસ્સો માતાને અને અડધો ભાગ પિતાને આપશે.

,

(15) ખનિજ રોયલ્ટી એકઠી કરવી.

(15.1) ખનિજ રોયલ્ટી અધિકારી 1947 પહેલા અને પછી લીઝ પર આપેલી તમામ કાર્યરત ખાણોની લીઝનું બજાર ભાવ સાથે પુન: મૂલ્યાંકન કર્યા બાદ નક્કી કરશે કે આવી કાર્યરત ખાણની રોયલ્ટીની રકમ વધારવી કે નહીં. દેશની અન્ય તમામ ખાણો, ક્રૂડ તેલના કુવાઓ વગેરેમાંથી થતી આવક પણ NMRO પ્રાપ્ત કરશે.

(15.2) ખનિજ રોયલ્ટી અધિકારી મેળવેલ ખનિજ રોયલ્ટી અને જમીન ભાડાનું સેના માં, રાજ્યો માં અને ભારતના નાગરિકોમાં એજ અનુપાત માં વિતરણ કરશે જેવું કે જમીન ભાડા વિતરણ સંબંધિત ધારાઓ માં વર્ણન કરવામાં આવેલ છે.।

,

( 16 ) ખનિજ રોયલ્ટી અધિકારી અને તેના સ્ટાફની ફરિયાદોનું જ્યુરી દ્વારા સમાધાન

(16.1) ખનિજ રોયલ્ટી અધિકારી દરેક જિલ્લા માટે જિલ્લા જ્યુરી પ્રશાશક, દરેક રાજ્ય માટે રાજ્ય જ્યુરી પ્રશાશક અને ભારત માટે એક રાષ્ટ્રીય જ્યુરી પ્રશાશક ની નિમણૂક કરશે.

[ ટિપ્પણી : જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય જ્યુરી પ્રશાશક ધન વાપસી પાસબુક ના દાયરામાં રહેશે અને આ પાસબુકમાં આપેલા “વોટ વાપસી” વિભાગનો ઉપયોગ કરીને, મતદાર ઉપરોક્ત માંથી કોઈપણ અધિકારીને નોકરી માંથી દૂર કરવા અને બીજા વ્યક્તિ ને તેમની જગ્યાએ લાવવા માટે પોતાની સ્વીકૃતિ આપી શકે છે. જેની પ્રક્રિયાઓ આ જ કાયદાની કલમ 19 માં આપવામાં આવી છે.]

(16.2) જિલ્લા જ્યુરી પ્રશાશક જિલ્લાની મતદાર યાદીમાંથી 30 સભ્યોના મહાજુરી મંડળની નિમણૂક કરશે. આમાંથી 10 સભ્યો દર 10 દિવસે નિવૃત્ત થશે અને નવા 10 સભ્યોની પસંદગી લોટરી દ્વારા મતદાર યાદીમાંથી કરવામાં આવશે. આ મહાજુરી મંડળ નિરંતર કાર્યરત રહેશે. મહાજુરી સભ્યને પ્રતિ હાજરી દીઠ ખર્ચ 500 રૂપિયા તથા યાત્રા ખર્ચ મળશે.

,

(16.3) જો ખનીજ રોયલ્ટી અધિકારી અથવા તેના સ્ટાફને લગતી કોઈ ફરિયાદ કે બાબત હોય, તો વાદી તેની ફરિયાદ ને મહાજુરી મંડળ ના સભ્યોને લેખિતમાં આપી શકે છે. જો મહાજુરી મંડળ ને કેસ પાયાવિહોણો લાગે, તો ફરિયાદ ને રદ શકે છે, અથવા કેસ સાંભળવા માટે 30 થી 55 વર્ષની વયજૂથના નાગરિકોની એક નવી જ્યુરીની રચનાનો આદેશ આપી શકે છે. જ્યુરી મંડળ ની રચનામાં નીચેના નિયમોનું પાલન કરવામાં આવશે :

  1. જે જિલ્લામાં મિલકત આવેલી છે અથવા નાગરિક રહે છે ત્યાં ફરિયાદ નોંધાવી જોઈએ. જો નાગરિક અથવા લીઝ ધારક અથવા અધિકારી કેસ ને તેજ રાજ્યમાં સ્થિત કોઈ અન્ય જિલ્લામાં સ્થાનાંતરિત કરવા માંગતા હોય, તો તેઓ રાજ્ય જ્યુરી પ્રશાશક અથવા રાજ્યની હાઇકોર્ટ પાસેથી ઓર્ડર મેળવી શકે છે. જો પક્ષકાર કેસને રાજ્યની બહાર સ્થાનાંતરિત કરવા ઈચ્છે છે, તો તેઓ રાષ્ટ્રીય જ્યુરી પ્રશાશક અથવા સુપ્રીમ કોર્ટ પાસે થી ઓર્ડર મેળવી શકે છે.

  2. જિલ્લામાં પ્રત્યેક વિવાદ માટે, જિલ્લા જ્યુરી પ્રશાશક લોટરી દ્વારા (રેન્ડમલી) 3 થી 10 ગણિત, વિજ્ઞાન અથવા એન્જિનિયરિંગના સ્નાતકોને, કેસમાં મદદ કરવા માટે તૈયાર થયેલ સ્નાતકોની યાદીમાંથી પસંદ કરશે. પસંદ કરેલ ઇજનેરોની ઉંમર 30 થી 55 વર્ષની વચ્ચે હોવી જોઇએ અને તેમને 5 વર્ષનો કાર્ય અનુભવ હોવો જોઇએ.

  3. જિલ્લા જ્યુરી પ્રશાશક જિલ્લાની મતદાર યાદીમાંથી 30 થી 55 વર્ષની વય જૂથના તેવા મતદારોને લોટરી દ્વારા પસંદ કરશે, કે જેઓ છેલ્લા 5 વર્ષમાં ન તો કોઈ જ્યુરીમાં ઉપસ્થિત થયા હોય અને ન તો અગાઉ કોઈપણ ગુના હેઠળ દોષિત ઠર્યા હોય.

  4. જ્યુરી સભ્યોની સંખ્યા લઘુત્તમ 12 થી થી શરૂ થઈ ને 50, 200, 500 અને મહત્તમ 1500 સુધી હોય શકે છે. જ્યુરીનું કદ આરોપી કર્મચારીના પદ અને દરજ્જા પર આધારિત રહેશે.

  5. જો વિવાદની રકમ 10 લાખથી ઓછી હોય, તો જ્યુરીનું કદ 12 હશે, અને પ્રત્યેક 10 લાખ માટે એક જ્યુરી સભ્ય વધારવામાં આવશે.

  6. જો ફરિયાદમાં રકમની સાથે અધિકારી સામે ફરિયાદનો પણ સમાવેશ થતો હોય, તો જ્યુરીનું કદ ઉપર મુજબ બિંદુ (4) અથવા (5) બે માંથી જે વધારે હશે તે પ્રમાણે નક્કી કરવામાં આવશે.

  7. જ્યુરી સભ્યોની પસંદગી તે જિલ્લાઓમાંથી કરવામાં આવશે જ્યાં ની જિલ્લા અદાલતો વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરતી જિલ્લા અદાલત સાથે જોડાયેલી હોય. જો કોઇ જિલ્લો વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અન્ય કોઇ જિલ્લા સાથે જોડાયેલ ન હોય તો, તમામ જ્યુરી સભ્યો તે જિલ્લાના હશે જ્યાં કેસ નોંધવામાં આવ્યો છે.

  8. જ્યુરી સભ્ય બંને પક્ષોને 1-1 કલાક સુધી સાંભળશે. 65% થી વધુ જ્યુરી સભ્યો જો એમ કેશે કે તેઓએ પર્યાપ્ત સાંભળી લીધું છે તો સુનાવણી સમાપ્ત થશે.

  9. જો જ્યુરીના 75% કે તેથી વધુ સભ્યો આરોપી કર્મચારીને બરતરફ કરવાનો અથવા દંડ ની રકમ વસૂલવાનું નક્કી કરે છે, તો ખનીજ રોયલ્ટી અધિકારી આવા કર્મચારી ને બરતરફ કરી શકે છે અથવા દંડ ની રકમ વસૂલી શકે છે, અથવા રોયલ્ટી અધિકારીને આવું કરવાની કોઈ જરુર નથી. જો ફરિયાદીને લાગે કે રોયલ્ટી અધિકારીએ જ્યુરી સભ્યો ના નિર્ણયનું યોગ્ય રીતે પાલન કર્યું નથી, તો તે ભારતના મતદારો પાસે માંગણી કરી શકે છે કે તેઓ કલમ 20 માં આપેલ વોટ વાપસી પ્રક્રિયાનો ઉપયોગ કરીને તેને નોકરી માંથી બરતરફ કરવા માટે પોતાની સ્વીકૃતિ આપે.

  10. જિલ્લા અદાલત ના જ્યુરી સભ્યોના નિર્ણય ની અપીલ રાજ્ય હાઇકોર્ટના જ્યુરી સભ્યો અથવા ન્યાયાધીશો સમક્ષ અને બાદમાં સુપ્રીમ કોર્ટના જ્યુરી સભ્યો અથવા ન્યાયાધીશો સમક્ષ કરી શકાય છે.

,

(17) ખનીજ રોયલ્ટી અધિકારી અને જ્યુરી પ્રશાશક ના પદ માટે અરજી કરવાની લાયકાત

(17.1) રાષ્ટ્રીય ખનીજ રોયલ્ટી અધિકારી અને રાષ્ટ્રીય જ્યુરી પ્રશાશક માટે : ભારતનો કોઈપણ નાગરિક જેની ઉંમર 35 વર્ષથી વધુ હોય તે રાષ્ટ્રીય ખનીજ રોયલ્ટી અધિકારી અથવા રાષ્ટ્રીય જ્યુરી પ્રશાશક ની પોસ્ટ માટે અરજી કરી શકે છે.

(17.2) જ્યુરી પ્રશાશક માટે : ભારતનો કોઈપણ નાગરિક જેની ઉંમર 30 વર્ષથી વધુ હોય તે જિલ્લા અને રાજ્ય જ્યુરી પ્રશાશક ની પોસ્ટ માટે અરજી કરી શકે છે.

,

(18) કલમ 17 માં ઉલ્લેખિત લાયકાત ધરાવતો કોઈપણ નાગરિક, જો તે પોતે અથવા વકીલ મારફતે જિલ્લા કલેક્ટરની કચેરીમાં સોગંદનામું રજૂ કરે, તો જિલ્લા કલેક્ટર સાંસદની ચૂંટણીમાં જમા કરાવવા જેટલી રકમ લઇ ને તેની અરજી સ્વીકાર કરશે તથા તેને સ્કેન કરી પ્રધાનમંત્રી ની વેબ સાઈટ પર રાખશે.

,

(19) મતદાતા દ્વારા ઉમેદવારો ને ટેકો આપવા માટે હા (સ્વીકૃતિ) દાખલ કરવી :

(19.1) કોઈપણ નાગરિક કોઈપણ દિવસે પોતાની ધન વાપસી પાસબુક લઈને તલાટી ઓફિસમાં જઈ અને રાષ્ટ્રીય ખનીજ રોયલ્ટી અધિકારી, જિલ્લા જ્યુરી પ્રશાશક, રાજ્ય અને રાષ્ટ્રીય જ્યુરી પ્રશાશક ના ઉમેદવારોના સમર્થનમાં હા નોંધાવી શકે છે. તલાટી પોતાના કોમ્પ્યુટર માં અને ધન વાપસી પાસબુક માં મતદારની હા દાખલ કરશે અને પાસબુક પરત કરશે. તલાટી મતદારો ની હા ને ઉમેદવારો ના નામ અને મતદાતા ના મતદાર આઈડી કાર્ડ નંબર સાથે જિલ્લાની વેબસાઈટ પર પણ મૂકશે. મતદાર કોઈપણ પદ માટે , પ્રસ્તુત ઉમેદવારોમાંથી પોતાની પસંદગીના અધિકતમ 5 વ્યક્તિઓને સ્વીકૃતિ આપી શકે છે.

,

(19.2) મતદાર સ્વીકૃતિ (હા) નોંધાવવા માટે રૂ .3 ની ફી ચૂકવશે. બીપીએલ કાર્ડ ધારક માટે ફી રૂ.1 રહેશે.

(19.3) જો કોઈ મતદાર તેની સ્વીકૃતિ રદ કરાવવા માટે આવે છે, તો તલાટી કોઈપણ ફી લીધા વગર એક અથવા વધુ નામો રદ કરશે.

,

(19.4) દર મહિનાની 5 મી તારીખે, કલેક્ટર છેલ્લા મહિનામાં પ્રાપ્ત થયેલા દરેક ઉમેદવારો ને મળેલી સ્વીકૃતિઓ ની ગણતરી પ્રકાશિત કરશે. તલાટી દર સોમવારે પોતાના વિસ્તારની સ્વીકૃતિઓ નું પ્રદર્શન કરશે. રાષ્ટ્રીય ખનીજ રોયલ્ટી અધિકારી અને રાષ્ટ્રીય જ્યુરી પ્રશાશક માટે ની સ્વીકૃતિઓ નું પ્રદર્શન 5 મી તારીખે કેબિનેટ સચિવ દ્વારા પણ થશે.

[ ટિપ્પણી : કલેક્ટર એવી સિસ્ટમ બનાવી શકે છે કે મતદારો એસએમએસ, એટીએમ, મોબાઇલ એપ દ્વારા તેમની હા નોંધાવી શકે.]

રેન્જ વોટિંગ - પ્રધાન મંત્રી અને મુખ્યમંત્રી એવી વ્યવસ્થા બનાવી શકે છે કે મતદાર કોઈપણ ઉમેદવારને -100 થી 100 વચ્ચેના ગુણ આપી શકે. જો મતદાર માત્ર હા નોંધાવે છે તો તેને 100 ગુણ ગણવામાં આવશે. જો મતદાર પોતાની સ્વીકૃતિ નોંધાવતો નથી તો તે શૂન્ય ગુણ ગણવામાં આવશે. પરંતુ જો મતદાર ગુણ આપે તો તેના દ્વારા આપવામાં આવેલા ગુણ માન્ય રહેશે. રેન્જ મતદાન ની આ પ્રક્રિયા “સ્વીકૃતિ પ્રણાલી” કરતા ચડિયાતી છે, અને એરો ની “વ્યર્થ અસંભાવ્યતા પ્રમેય” (Arrow’s Useless Impossibility Theorem) થી રક્ષા કરે છે.]

,

(20) રાષ્ટ્રીય ખનીજ રોયલ્ટી અધિકારી અને રાષ્ટ્રીય જ્યુરી પ્રશાશક ની નિમણૂક અને બરતરફી

,

(20.1) રાષ્ટ્રીય ખનીજ રોયલ્ટી અધિકારી અને રાષ્ટ્રીય જ્યુરી પ્રશાશક માટે : જો કોઈ ઉમેદવાર દેશ ની મતદાર યાદીમાં કુલ મતદારોના 35% (કુલ મતદારો, ન કે માત્ર તેઓ કે જેમણે હા નોંધાવી છે.) થી અધિક ની સ્વીકૃતિ મેળવે, અને જો આ સ્વીકૃતિઓ વર્તમાન અધિકારી કરતા 1% વધુ છે, તો પ્રધાન મંત્રી વર્તમાન અધિકારી ને હટાવી અને તેના સ્થાને સૌથી વધુ સ્વીકૃતિ ધરાવતી વ્યક્તિની નિમણૂક સંબંધિત પદ માટે કરી શકે છે. અથવા તેઓ પોતાનું રાજીનામું આપી શકે છે. નિમણૂક અંગેનો અંતિમ નિર્ણય વડાપ્રધાન નો જ રહેશે.

,

(20.2) રાજ્ય જ્યુરી પ્રશાશક માટે : જો રાજ્યની મતદાર યાદીમાં નોંધાયેલા તમામ મતદારોમાંથી 35% થી વધુ મતદારો કોઈ ઉમેદવારની તરફેણમાં હા નોંધાવે અને જો આ સ્વીકૃતિઓ વર્તમાન અધિકારી કરતા 1% વધારે પણ હોય, તો રાષ્ટ્રીય ખનીજ રોયલ્ટી અધિકારી આવી વ્યક્તિને રાજ્ય જ્યુરી પ્રશાશક ના પદ પર નિયુક્ત કરી શકે છે.

,

(20.3) જિલ્લા જ્યુરી પ્રશાશક માટે : જો જિલ્લાની મતદાર યાદીમાં નોંધાયેલા તમામ મતદારોમાંથી 35% થી વધુ મતદારો કોઈ ઉમેદવારની તરફેણમાં હા નોંધાવે અને જો આ સંખ્યા વર્તમાન અધિકારી કરતા 1% વધારે હોય, તો રાષ્ટ્રીય ખનીજ રોયલ્ટી અધિકારી આવી વ્યક્તિને જિલ્લા જ્યુરી પ્રશાશક ના પદ પર નિયુક્ત કરી શકે છે.

21 જનતા નો અવાજ :

(21.1) જો કોઈ મતદાતા આ કાયદામાં કોઈ ફેરફાર કરવા માંગે છે, તો તે કલેક્ટર કચેરીમાં સોગંદનામું રજૂ કરી શકે છે. જિલ્લા કલેકટર પ્રતિ પાના રૂ .20 ફી વસુલ કરીને મતદારના મતદાર આઈડી નંબર સાથે સોગંદનામાને પ્રધાનમંત્રી ની વેબસાઈટ પર સ્કેન કરી ને મુકશે.

,

(21.2) જો કોઈ મતદાતા કલમ (21.1) હેઠળ સબમિટ કરેલા કોઈપણ સોગંદનામા પર પોતાની હા / ના નોંધાવવા માંગે છે, તો તે રૂ. 3 ફી ભરીને તલાટી કાર્યાલય માં તેની હા / ના ની નોંધણી કરાવી શકે છે. તલાટી તેની નોંધણી કરશે અને મતદાર ની હા/ના મતદાર ના વોટર આઈડી નંબર સાથે પ્રધાનમંત્રી ની વેબસાઇટ પર મુકશે.

[ ટિપ્પણી : જો આ કાયદાના અમલીકરણના 4 વર્ષ પછી સિસ્ટમમાં સકારાત્મક ફેરફાર થાય છે, તો કોઈપણ નાગરિક આ કાયદાની કલમ (15) હેઠળ સોગંદનામું આપી શકે છે, જેમાં આ કાયદાના અમલીકરણ માટે પ્રયત્નો કરનારા કાર્યકર્તાઓ ને આશ્વાસન ના રૂપ માં વ્યાજબી પુરસ્કાર આપવાની દરખાસ્ત હશે. જો કાર્યકર્તા જીવતો ન હોય, તો તેના નોમિની ને પુરસ્કાર આપવામાં આવશે. આ પુરસ્કાર સ્મૃતિચિહ્ન/પ્રશસ્તિપત્ર અથવા અન્ય કોઇ સ્વરૂપે હોઈ શકે છે. જો 51% નાગરિકો આ સોગંદનામા પર હા નોંધાવે છે, તો પ્રધાનમંત્રી તેમને અમલમાં મૂકવા માટે આદેશ આપી શકે છે અથવા ન પણ આપી શકે. ]

---------- ધન વાપસી કાયદા ના ડ્રાફ્ટ નું સમાપન -----------


આપણને આ કાયદાની જરૂર શું કામ છે ?

કાચો માલ એટલે કે ખનીજ અને જમીન એ જ દુનિયા ની વાસ્તવિક સંપત્તિ છે. તમામ ઉત્પાદન એકમો, કારખાનાઓ, ઔદ્યોગિક વિકાસ વગેરે કાચા માલની સસ્તી ઉપલબ્ધતા પર આધાર રાખે છે. કમનસીબે ભારતમાં પહેલેથી જ ખનીજની અછત છે. આ ખનિજ લૂંટવા માટે જ બ્રિટિશ-ફ્રેન્ચ સામ્રાજ્ય ભારતમાં આવ્યું. તેમને તેમના કારખાનાઓ ચલાવવા માટે સસ્તા કાચા માલ એટલે કે ખનીજની જરૂર હતી. અંગ્રેજોએ બળજબરીથી ભારતના ખનિજો હસ્તગત કર્યા અને તેને 2 સદીઓ સુધી મફતમાં લૂંટ્યા. અને જ્યારે અંગ્રેજો એ ભારત છોડ્યું ત્યારે, 1946-1947 માં, છોડતા પહેલા, તેઓએ તેમના વફાદાર પરિવારોને અખૂટ જમીનો અને ચિલ્લર કિંમતમાં ખાણકામના અધિકારો આપ્યા. દાખલા તરીકે, ભારતના એક ટોચના ઔદ્યોગિક પરિવાર ને ને અંગ્રેજો દ્વારા વાર્ષિક 1 રૂપિયા પ્રતિ એકરના દરે કોલસો ખોદવા માટે માઇનિંગ રાઇટ્સ આપવામાં આવ્યા હતા, અને 1947 થી આજ સુધી આ પરિવાર એકર દીઠ 1 રૂપિયાના દરે કોલસો ખોદી રહ્યું છે!! અને હવે 2015 માં અન્ય એક પરિવાર ને સરકારે 100 રૂપિયા પ્રતિ ટનના દરે કોલસો ખોદવા માટે માઇનિંગ રાઇટ્સ આપ્યા છે !! આ કોલસો પ્રત્યેક નાગરિકોની મિલકત છે, જેને તેઓ લગભગ મફતમાં ખોદીને નફો કમાઈ રહ્યા છે!! અને તમામ પ્રકારના ખનિજોમાં આ જ પ્રકારની લૂંટ ચાલુ રહે છે. મતલબ ખાણકામ ક્ષેત્રે ભ્રષ્ટાચાર નથી, પણ સીધી લૂંટ છે !!

,

જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે નાગરિકોએ માંગણી કરી હતી કે ભારતના કુદરતી સંસાધનોને ભારતના તમામ નાગરિકોની સંપત્તિ જાહેર કરો. પરંતુ જે લોકોના હાથમાં સત્તા આવી, તેઓ નાગરિકોની આ સંયુક્ત મિલકત પોતાના કબજામાં રાખવા માંગતા હતા. તેથી તેઓએ આ સંસાધનો પોતાના કબજામાં લીધા. અને પછી આઝાદી પછી, જે પણ પક્ષ સત્તામાં આવ્યો, તેમણે ઉદ્યોગપતિઓ પાસેથી ઘૂસ ખાઈને મન ફાવે તેવા ભાવે ખાણો ખોદવાના લાયસન્સ આપ્યા. રેતી, પથ્થર, તાંબુ, જસત, લોખંડથી લઈને સોનું, ચાંદીથી હીરા સુધી, તમામ પ્રકારના ખનીજ મન ફાવે તેમ ખોદી અને વેચવામાં આવે છે. જે પણ સરકાર સત્તા પર આવે છે, સૌ પ્રથમ તે જુએ છે કે વિદેશીઓને કયા સંસાધનો વેચી શકાય છે અને કેટલી કમાણી કરી શકાય છે. તેઓ આ લૂંટ ને વિનિવેશ અને ખાનગીકરણ નું નામ આપે છે. અને હવે બહુરાષ્ટ્રીય કંપનીઓના આગમન સાથે આ લૂંટ 10 ગણી ઝડપથી થઈ રહી છે. વિદેશી ધનિક આપણા નેતાઓને ચૂંટણી લડવા માટે દાન આપે છે અને બદલામાં તેમની પાસેથી કિંમતી ખાણો ખોદવાનો કાનૂની અધિકાર લઇ લે છે. સરકાર આજે જે કુદરતી સંસાધનો વેચી રહી છે તે ભારતના તમામ નાગરિકોની સંપત્તિ છે. જો આપણા પૂર્વજોએ અંગ્રેજો સાથે યુદ્ધો કરીને તેમને અહીંથી ભાગવાની ફરજ પાડી ન હોત તો આજે આ મિલકત બચી ન હોત. પરંતુ અંગ્રેજોના ગયા પછી આ લૂંટ આજે પણ ચાલુ છે !! અંગ્રેજોએ તેને બળજબરીથી મફતમાં લૂંટી હતી, જ્યારે આજે આ લૂંટ કાયદેસર રીતે મન ફાવે તેવા ભાવે ચલાવવામાં આવી રહી છે. આપણને પૂછ્યા વિના સરકારોને આપણી મિલકતો વેચવાનો કોઈ અધિકાર નથી.

,

આ કાયદો ભારતના તમામ કુદરતી સંસાધનોને દેશના 135 કરોડ નાગરિકોની સંપત્તિ જાહેર કરે છે. આ કાયદો લાગુ થયા બાદ ભારતમાં કુદરતી સંસાધનોની આ લૂંટ બંધ થઇ જાશે. ખનિજોની રોયલ્ટી અને જમીનના ભાડામાંથી એકત્ર કરવામાં આવતી રકમમાંથી 65% હિસ્સો 135 કરોડ ભારતીયોમાં સમાન રીતે વહેંચવામાં આવશે અને આ રકમ દર મહિને દરેક ભારતીયના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. બાકીના 35% સેના ને મજબૂત કરવા પાછળ ખર્ચવામાં આવશે.

,

જો આપણે, ભારતના નાગરિકો, આ કાયદો લાવવામાં સફળ નહીં થઈએ, તો ટૂંક સમયમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતના તમામ કુદરતી સંસાધનો પર કાબુ મેળવીને ભારતને કંગાળ બનાવી દેશે. અને એકવાર આપણે આપણા કુદરતી સંસાધનો ગુમાવી દઈશું , તો ભારત ઔદ્યોગિક વિકાસ માટે કાયમ માટે પરોપજીવી દેશ બની જશે.। કારણ કે કાચા માલ માટે આપણો દેશ આયાત પર નિર્ભર બની જશે અને દેશની કરોડરજ્જુ કાયમ માટે તૂટી જશે.।તેથી બહુરાષ્ટ્રીય કંપનીઓની લૂંટથી આપણા ખનીજ સંસાધનોને બચાવવા માટે આ કાયદો લાવવો ખૂબ જ જરૂરી છે. નહીં તો આપણા નેતાઓ અને સરકારો વિનિવેશ, વિકાસ, ડિસઇન્વેસ્ટમેન્ટ, ડેવલપમેન્ટ, ગ્રોથ અને પ્રાઇવેટાઇઝેશન જેવા માયાવી શબ્દોના નામે આખે આખો દેશ વિદેશીઓને સોંપી દેશે.

,

આ કાયદાને ગેઝેટમાં પ્રકાશિત કરવા માટે તમે શું સહયોગ આપી શકો છો?

,

1. કૃપા કરીને “ પ્રધાનમંત્રી કાર્યાલય, દિલ્હી ” સરનામાં પર પોસ્ટકાર્ડ લખીને આ કાયદાની માંગ કરો. પોસ્ટકાર્ડમાં લખશો કે: પ્રધાનમંત્રી જી, કૃપા કરીને પ્રસ્તાવિત ધન વાપસી પાસબુક કાયદો ગેઝેટમાં છાપો - #DhanVapsiPassbook, #P20180436101

,

કૃપા કરીને 5 મી તારીખે 5 વાગ્યે તમારું નામ અને સરનામું લખીને અને 4 રૂ.ની પોસ્ટેજ સ્ટેમ્પ લગાવીને તેને લેટર બોક્સમાં મૂકો. જો આ તમારી પહેલી ચિઠ્ઠી છે, તો ચિઠ્ઠી નંબર બોક્સની આગળ 1 લખો અને જો આ તમારી બીજી ચિઠ્ઠી છે તો 2 લખો. કૃપા કરીને દરેક પૃષ્ઠ પર નીચે તમારી સહી પણ કરો. પોસ્ટ કરતા પહેલા આ પુસ્તિકાના પ્રથમ પાનાની ફોટોકોપી (ઝેરોક્ષ) કરાવી લેશો.

,

2. “પ્રધાનમંત્રી સમક્ષ મારી માંગ” ના નામ થી એક રજિસ્ટર બનાવો. લેટર બોક્સમાં નાખતા પહેલા, આ પુસ્તિકાના પ્રથમ પેજની 1 પેજની જે ફોટો કોપી તમે કરાવેલ છે તે તમારા રજીસ્ટરના પેજ પર ચોંટાડી દેશો. પછી જ્યારે પણ તમે પત્ર મોકલો ત્યારે તેની ફોટો કોપી રજીસ્ટરના પેજ પર ચોંટાડતા રહો. આ રીતે, તમારી પાસે મોકલેલા પત્રોનો રેકોર્ડ રહેશે.

,

3. જો તમારી પાસે આ પત્ર નથી, તો તમે પોસ્ટકાર્ડ પણ મોકલી શકો છો. પોસ્ટકાર્ડ માં લખો : “પ્રધાન મંત્રી જી, કૃપા કરીને ગેઝેટમાં પ્રસ્તાવિત “ધનવાપસી પાસબુક કાયદો છાપો - #DhanVapsiPassbook

,

4. તમે આ પત્ર કોઈપણ દિવસે મોકલી શકો છો. પરંતુ આ કાયદાના ડ્રાફ્ટના લેખકો માને છે કે તમામ નાગરિકોએ આ પત્ર મહિનાની ચોક્કસ તારીખે અને નિશ્ચિત સમયે જ મોકલવો જોઈએ. નિયત તારીખ અને સમય પર જ કેમ?

(4.1) જો નિશ્ચિત દિવસે પત્રો મોકલવામાં આવશે, તો તેની વધુ અસર થશે, અને પ્રધાનમંત્રી કાર્યાલય માટે પણ તેમની ગણતરી કરવાનું સરળ બનશે. નાગરિક કર્તવ્ય દીવસ 5 તારીખે આવે છે, તેથી, મહિનાની 5 તારીખ દેશના તમામ શહેરો માટે પત્રો મોકલવા માટે નિયત કરવામાં આવેલ છે. તેથી જો તમે પત્ર મોકલો તો તે 5 તારીખે જ મોકલો.

(4.2) સાંજે 5 વાગ્યે એટલા માટે કેમકે પોસ્ટ ઓફિસના કર્મચારીઓને આ માટે વધારાની મુશ્કેલી ન પડે. સામાન્ય રીતે 3 થી 5 વાગ્યાની વચ્ચે લેટર બોક્સ ખાલી કરવામાં આવે છે, હવે ધારો કે કોઈ પણ શહેરના 100-200 નાગરિકો પત્ર નાખે તો તેમને લેટર બોક્સ ખાલી મળી જશે, નહીં તો ભરેલા લેટર બોક્સ માં આટલા બધા પત્રો આવી શકશે નહીં અને તેથી પોસ્ટ ઓફિસ અને નાગરિકોને અસુવિધા થશે. અને આ પછી પોસ્ટ મેન 6 વાગ્યે પોસ્ટ બોક્સ ખાલી કરી શકે છે, કારણ કે ટૂંક સમયમાં જ તેઓ જાણશે કે PM ને સૂચનાઓ મોકલતા જવાબદાર નાગરિકો 5-6 વાગ્યાની વચ્ચે પત્રો મૂકે છે. જેથી તેમને અલગ કરવામાં તેમનો વધારાનો સમય આપવો પડશે નહીં. તેથી, જો તમે આ પત્ર મોકલો છો, તો કૃપા કરીને તેને સાંજના 5 થી 6 વાગ્યા સુધી માં લેટર બોક્સમાં મૂકો. જો તમે 5 તારીખે પત્ર મોકલી શકતા નથી, તો પછી આવતા મહિનાની 5 તારીખે મોકલો.

(4.3) તમે આ પત્ર કોઈપણ લેટર બોક્સમાં મૂકી શકો છો, પરંતુ અમારી દ્રષ્ટિએ શક્ય હોય ત્યાં સુધી શહેર અથવા નગરના હેડ પોસ્ટ ઓફિસ બોક્સ માં પોસ્ટ કરવું જોઈએ. કારણ કે હેડ પોસ્ટ ઓફિસનું લેટર બોક્સ પ્રમાણમાં મોટું હોય છે, અને ત્યાંથી ટપાલીને પત્રો લઇ જવામાં વધારે અંતર કાપવું પડતું નથી.

,

5. જો તમે ફેસબુક પર છો, તો પ્રધાનમંત્રી પાસે મારી માંગ ના નામ સાથે આલ્બમ બનાવો અને આ આલ્બમમાં રજિસ્ટર પર ચોંટાડવામાં આવેલ પોસ્ટકાર્ડ નો ફોટો આલબમ માં રાખો. જો તમે ટ્વિટર પર છો તો રજીસ્ટર ના પેજના ફોટા સાથે પ્રધાનમંત્રીને આ ટ્વીટ કરો: @Pmoindia, કૃપા કરીને ગેઝેટમાં આ કાયદો છાપો - #DhanVapsiPassbook

,

6. Pm / Cm ને પત્રો મોકલતા નાગરિકો, જો તેઓ પરસ્પર વાતચીત માટે કોઈ મિટિંગ યોજવા માંગતા હોય, તો તેઓ સ્થાનિક સ્તરે મહિનાના બીજા રવિવારે સવારે 10 વાગ્યે બેઠક કરી શકે છે. મિટિંગ હંમેશા જાહેર સ્થળે યોજવી જોઈએ. આ માટે તમે કોઈપણ મંદિર અથવા રેલવે-બસ સ્ટેશન પરિસર વગેરે પસંદ કરી શકો છો. 2 જો રવિવાર ઉપરાંત, અન્ય દિવસો માં કાર્યકર્તાઓ ખાનગી સ્થળોએ સભાઓ યોજી શકે છે, પરંતુ મહિનાના બીજા રવિવારની બેઠક માત્ર જાહેર સ્થળે જ યોજાશે. આ જાહેર સભાનો સમય પણ અપરિવર્તિત એટલેકે હંમેશા નક્કી જ રહેશે.

,

7. અહિંસા મૂર્તિ મહાત્મા ઉધમ સિંહ જી પ્રેરિત આ એક વિકેન્દ્રિત જન આંદોલન છે. (44) ધારાઓ નો આ કાયદો જ આ આંદોલનનો નેતા છે. જો તમે પણ આ માંગને આગળ વધારવા માંગતા હો, તો તમારા સ્તરે તમે જે કરી શકો તે કરો. આ કોપી લેફ્ટ પ્રપત્ર છે, અને તમે આ પુસ્તિકાને તમારા સ્તરે છાપી અને નાગરિકોમાં વહેંચી શકો છો. આ આંદોલનના કાર્યકરો મોટાભાગે ધરણાં, દેખાવો, જામ, કૂચ, સરઘસો જેવા પગલાંને ટાળે છે, જે નાગરિકોને અસુવિધા પહોંચાડે છે અને સમય, શ્રમ અને નાણાંનું નુકસાન કરે છે. સ્પષ્ટ રીતે તેમની માંગ લખતો પત્ર મોકલીને, નાગરિકો તેમની કોઈપણ માંગણી પીએમ સુધી પહોંચાડી શકે છે. આ માટે નાગરિકોને ન તો કોઈ નેતાની જરૂર છે અને ન તો મીડિયાની.

(1) આ કાયદામાં કહેવામાં આવ્યું છે કે - ગેઝેટમાં આ કાયદો પ્રસિદ્ધ થયા પછી અમને એક ધન વાપસી પાસબુક મળશે. ગેઝેટ શું છે ?

(1) ગેઝેટ કે રાજપત્ર શું છે?

ગેઝેટ નોટિફિકેશન અથવા રાજપત્ર અધિસૂચના એ એક પુસ્તિકા છે જે વડા પ્રધાન અને મુખ્ય મંત્રી દ્વારા દર મહિને અથવા જ્યારે જરૂરી હોય ત્યારે પ્રકાશિત કરવામાં આવે છે. મંત્રીઓ દ્વારા અધિકારીઓ માટે ગેઝેટમાં આદેશ જારી કરવામાં આવે છે. કલેક્ટર વગેરે અધિકારીઓ એ જ કામ કરે છે જે ગેઝેટમાં લખેલું હોય.

,

(2) વડાપ્રધાને પ્રેસમાં કે જાહેર રેલીમાં શું કહ્યું તેની આ અધિકારીને કોઈ મતલબ નથી..

દાખલા તરીકે, જો વડાપ્રધાન પત્રકાર પરિષદમાં કે રેલીમાં કે તેમના પક્ષના ઢંઢેરામાં કહે છે કે - દરેક પરિવારને 20 લિટર કેરોસીન મળશે, પરંતુ જો મંત્રીએ ગેઝેટમાં 10 લિટર લખ્યું હોય, તો કલેક્ટર 10 લિટર જ કેરોસીન આપશે. કારણ કે કલેક્ટરે ગેઝેટમાં જે લખ્યું હોય તે કરવાનું હોય છે, ભાષણમાં જે કહેવાયું હોય તે નહીં. જો કલેક્ટર વગેરે ગેઝેટનું પાલન ન કરે તો તેમની નોકરી જાય, તેમને દંડ થઈ શકે, તેમનું પેન્શન બંધ થઈ શકે અથવા તેમને જેલ પણ જવું પડી શકે. જન ધન યોજના અને નોટબંધીનો અમલ કરવાનો આદેશ ગેઝેટમાં જ છપાયો હતો. ગેઝેટ મોટાભાગના અખબારોમાં પ્રકાશિત થતાં રહેતા હોય છે.

(2) શું SMS કે મોબાઈલ એપ દ્વારા સ્વીકૃતિઓ આપવાથી છેતરપિંડી નહીં થાય ? અને આ બધું ઈન્ટરનેટ વિના કેવી રીતે કામ કરશે?

જો તમે એસએમએસ દ્વારા સ્વીકૃતિ દેવા માંગતા હોય તો, તો તમે તલાટી કચેરીમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવી શકો છો. જે લોકો મોબાઈલથી સ્વીકૃતિ આપવા માંગતા ન હોય તેઓ પાસબુક સાથે તલાટી કચેરીમાં જઈને હા રજીસ્ટર કરાવી શકે છે. તમે સ્વીકૃત કરતાની સાથે જ તેની એન્ટ્રી વોટ વાપસી પાસબુકમાં આવી જશે. અને તમે તલાટી કચેરીની મુલાકાત લઈને કોઈપણ દિવસે તમારી પાસબુક અપડેટ કરાવી શકો છો. ઉદાહરણ તરીકે, જ્યારે તમે ATMમાંથી પૈસા ઉપાડો છો, ત્યારે તેની એન્ટ્રી તમારી બેંકની પાસબુકમાં તરત જ આવતી નથી, પરંતુ જ્યારે તમે બેંકમાં જાઓ છો, ત્યારે તમે તેની એન્ટ્રી કરાવી લો છો. તો બેંકની જેમ જ અહીં પણ સરકારની સાથે જનતા પાસે પણ ડેટા રહેશે. કલમ 8.4 હેઠળ, કલેક્ટર દર મહિને અને તલાટી દર અઠવાડિયે સ્વીકૃતિઓની સંખ્યા જાહેર કરશે. આ સિસ્ટમ મોબાઈલ, ઈન્ટરનેટ કે વેબસાઈટ પર નહી પરંતુ ધન વાપસી પાસબુક, તલાટી કચેરી અને કલેક્ટર ઓફિસ પર ટકેલી છે. આથી તે સુરક્ષિત છે.

(3) ભારતને આ કાયદાની જરૂરિયાત શા માટે છે ?

આપણને આ કાયદાની જરૂર શું કામ છે ?

કાચો માલ એટલે કે ખનીજ અને જમીન એ જ દુનિયા ની વાસ્તવિક સંપત્તિ છે. તમામ ઉત્પાદન એકમો, કારખાનાઓ, ઔદ્યોગિક વિકાસ વગેરે કાચા માલની સસ્તી ઉપલબ્ધતા પર આધાર રાખે છે. કમનસીબે ભારતમાં પહેલેથી જ ખનીજની અછત છે. આ ખનિજ લૂંટવા માટે જ બ્રિટિશ-ફ્રેન્ચ સામ્રાજ્ય ભારતમાં આવ્યું.। તેમને તેમના કારખાનાઓ ચલાવવા માટે સસ્તા કાચા માલ એટલે કે ખનીજની જરૂર હતી.। અંગ્રેજોએ બળજબરીથી ભારતના ખનિજો હસ્તગત કર્યા અને તેને 2 સદીઓ સુધી મફતમાં લૂંટ્યા. અને જ્યારે અંગ્રેજો એ ભારત છોડ્યું ત્યારે, 1946-1947 માં, છોડતા પહેલા, તેઓએ તેમના વફાદાર પરિવારોને અખૂટ જમીનો અને ચિલ્લર કિંમતમાં ખાણકામના અધિકારો આપ્યા. દાખલા તરીકે, ભારતના એક ટોચના ઔદ્યોગિક પરિવાર ને ને અંગ્રેજો દ્વારા વાર્ષિક 1 રૂપિયા પ્રતિ એકરના દરે કોલસો ખોદવા માટે માઇનિંગ રાઇટ્સ આપવામાં આવ્યા હતા, અને 1947 થી આજ સુધી આ પરિવાર એકર દીઠ 1 રૂપિયાના દરે કોલસો ખોદી રહ્યું છે!! અને હવે 2015 માં અન્ય એક પરિવાર ને સરકારે 100 રૂપિયા પ્રતિ ટનના દરે કોલસો ખોદવા માટે માઇનિંગ રાઇટ્સ આપ્યા છે !! આ કોલસો પ્રત્યેક નાગરિકોની મિલકત છે, જેને તેઓ લગભગ મફતમાં ખોદીને નફો કમાઈ રહ્યા છે!! અને તમામ પ્રકારના ખનિજોમાં આ જ પ્રકારની લૂંટ ચાલુ રહે છે. મતલબ ખાણકામ ક્ષેત્રે ભ્રષ્ટાચાર નથી, પણ સીધી લૂંટ છે !!

,

જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે નાગરિકોએ માંગણી કરી હતી કે ભારતના કુદરતી સંસાધનોને ભારતના તમામ નાગરિકોની સંપત્તિ જાહેર કરો.। પરંતુ જે લોકોના હાથમાં સત્તા આવી, તેઓ નાગરિકોની આ સંયુક્ત મિલકત પોતાના કબજામાં રાખવા માંગતા હતા. તેથી તેઓએ આ સંસાધનો પોતાના કબજામાં લીધા. અને પછી આઝાદી પછી, જે પણ પક્ષ સત્તામાં આવ્યો, તેમણે ઉદ્યોગપતિઓ પાસેથી ઘૂસ ખાઈને મન ફાવે તેવા ભાવે ખાણો ખોદવાના લાયસન્સ આપ્યા.। રેતી, પથ્થર, તાંબુ, જસત, લોખંડથી લઈને સોનું, ચાંદીથી હીરા સુધી, તમામ પ્રકારના ખનીજ મન ફાવે તેમ ખોદી અને વેચવામાં આવે છે.। જે પણ સરકાર સત્તા પર આવે છે, સૌ પ્રથમ તે જુએ છે કે વિદેશીઓને કયા સંસાધનો વેચી શકાય છે અને કેટલી કમાણી કરી શકાય છે. તેઓ આ લૂંટ ને વિનિવેશ અને ખાનગીકરણ નું નામ આપે છે.। અને હવે બહુરાષ્ટ્રીય કંપનીઓના આગમન સાથે આ લૂંટ 10 ગણી ઝડપથી થઈ રહી છે. વિદેશી ધનિક આપણા નેતાઓને ચૂંટણી લડવા માટે દાન આપે છે અને બદલામાં તેમની પાસેથી કિંમતી ખાણો ખોદવાનો કાનૂની અધિકાર લઇ લે છે. સરકાર આજે જે કુદરતી સંસાધનો વેચી રહી છે તે ભારતના તમામ નાગરિકોની સંપત્તિ છે.। જો આપણા પૂર્વજોએ અંગ્રેજો સાથે યુદ્ધો કરીને તેમને અહીંથી ભાગવાની ફરજ પાડી ન હોત તો આજે આ મિલકત બચી ન હોત. પરંતુ અંગ્રેજોના ગયા પછી આ લૂંટ આજે પણ ચાલુ છે !! અંગ્રેજોએ તેને બળજબરીથી મફતમાં લૂંટી હતી, જ્યારે આજે આ લૂંટ કાયદેસર રીતે મન ફાવે તેવા ભાવે ચલાવવામાં આવી રહી છે. આપણને પૂછ્યા વિના સરકારોને આપણી મિલકતો વેચવાનો કોઈ અધિકાર નથી.

,

આ કાયદો ભારતના તમામ કુદરતી સંસાધનોને દેશના 135 કરોડ નાગરિકોની સંપત્તિ જાહેર કરે છે. આ કાયદો લાગુ થયા બાદ ભારતમાં કુદરતી સંસાધનોની આ લૂંટ બંધ થઇ જાશે. ખનિજોની રોયલ્ટી અને જમીનના ભાડામાંથી એકત્ર કરવામાં આવતી રકમમાંથી 65% હિસ્સો 135 કરોડ ભારતીયોમાં સમાન રીતે વહેંચવામાં આવશે અને આ રકમ દર મહિને દરેક ભારતીયના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. બાકીના 35% સેના ને મજબૂત કરવા પાછળ ખર્ચવામાં આવશે.

,

જો આપણે, ભારતના નાગરિકો, આ કાયદો લાવવામાં સફળ નહીં થઈએ, તો ટૂંક સમયમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતના તમામ કુદરતી સંસાધનો પર કાબુ મેળવીને ભારતને કંગાળ બનાવી દેશે. ।અને એકવાર આપણે આપણા કુદરતી સંસાધનો ગુમાવી દઈશું , તો ભારત ઔદ્યોગિક વિકાસ માટે કાયમ માટે પરોપજીવી દેશ બની જશે.। કારણ કે કાચા માલ માટે આપણો દેશ આયાત પર નિર્ભર બની જશે અને દેશની કરોડરજ્જુ કાયમ માટે તૂટી જશે.।તેથી બહુરાષ્ટ્રીય કંપનીઓની લૂંટથી આપણા ખનીજ સંસાધનોને બચાવવા માટે આ કાયદો લાવવો ખૂબ જ જરૂરી છે. નહીં તો આપણા નેતાઓ અને સરકારો વિનિવેશ, વિકાસ, ડિસઇન્વેસ્ટમેન્ટ, ડેવલપમેન્ટ, ગ્રોથ અને પ્રાઇવેટાઇઝેશન જેવા માયાવી શબ્દોના નામે આખે આખો દેશ વિદેશીઓને સોંપી દેશે.


(4) આ કાયદાની કલમ 16 માં વર્ણવેલ જ્યુરી સિસ્ટમ શું છે? આ કેવી રીતે કામ કરે છે ?

(A) जूरी सिस्टम : किसी मुकदमे की सुनवाई के लिए 25-55 आयुवर्ग के 12-15 नागरिको का चयन जिले की मतदाता सूचियों में से लॉटरी द्वारा किया जाता है। 12-15 नागरिको का यह समूह जूरी मंडल कहलाता है। यह जूरी मुकदमे की सुनवाई करती है ,

,

सबूत देखती है, बयान सुनती है और मुकदमे का फैसला देती है। प्रत्येक मुकदमे के लिए अलग जूरी होती है, और मुकदमे का फैसला देने के बाद जूरी भंग हो जाती है। इसे आप एक तरह की पंचायत समझ सकते हो। लेकिन पचायत में पंच पहले से तय होते है जबकि जूरी में हर मामले के लिए नए आदमी बुलाये जाते है। जो आदमी एक बार जूरी में आ जाता है, उसे दुबारा 5 वर्ष तक नहीं बुलाया जाता। जूरी सिस्टम में पक्षपात बहुत कम होता है, और 12-15 नागरिक मामले पर विचार करके बहुमत से अपना फैसला दे देते है।

,

(B) जज सिस्टम : करोडो नागरिको के ऊपर सरकार कुछ 200-2000 व्यक्तियों को 20-35 वर्षो के लिए नियुक्त करती है , जिन्हें जज कहा जाता है। इन मुट्ठी भर व्यक्तियों को देश के सभी मामलो में दंड देने या रिहा करने की स्थायी शक्ति दे दी जाती है। उदाहरण के लिए भारत में सभी प्रकार के मुकदमो को सुनने एवं दंड देने की शक्ति कुछ 18,000 न्यायधीशो के पास है।


पश्चिम देशो के विकसित एवं समृद्ध होने का सबसे बड़ा कारण ज्यूरी सिस्टम का होना है। जल्दी व निष्पक्ष दंड मिलने से अपराध में कमी आती है। और अपराध कम होने से देश की उत्पादकता बढ़ती, और तकनिकी विकास में तेजी आती है।

,

जूरी ने वहां के छोटे-मझौले कारोबारियों की जज-पुलिस-नेताओं के भ्रष्टाचार से रक्षा की और वे तकनिकी रूप से उन्नत विशालकाय बहुराष्ट्रीय कम्पनियां खड़ी कर पाए।

,

तो वोट वापसी क़ानूनो के अलावा जूरी सिस्टम दूसरी मुख्य वजह रही कि अमेरिका-ब्रिटेन भारत जैसे देशो से आगे, काफी आगे निकल गए।