૨૭) આરક્ષણ સમાયોજન માટે કાનૂની ડ્રાફ્ટ
આરક્ષણ સમાયોજન માટે કાનૂની ડ્રાફ્ટ
.
Modified Reservation
.
આ કાયદો આગળ-પછાતના વધતા ઘર્ષણની સમસ્યાનું કોઈપણ પ્રતિકાર વિના સમાધાન કરે છે.
.
પ્રસ્તાવિત કાયદો દલિતોની સંમતિથી અનામતની પુનઃવહેંચણી એવી રીતે કરે છે કે જે વંચિત દલિતોને અનામતનો લાભ ન મળી રહ્યો હોય, તેમને પણ લાભ મળે અને જે દલિતોને અનામતની જરૂર નથી, તેઓ સ્વેચ્છાએ થોડા સમય માટે અસ્થાયી ધોરણે નાણાકીય વિકલ્પ પસંદ કરી શકે. અને જેટલા લોકો આર્થિક વિકલ્પ પસંદ કરશે એ પ્રમાણમાં અનામત ક્વોટામાં પ્રમાણસર અસ્થાયી ઘટાડો થશે.
.
આ કાયદામાં 4 કલમો છે. વડાપ્રધાન આ કાયદાની એક અથવા વધુ અથવા તમામ કલમો ગેઝેટમાં પ્રકાશિત કરી શકે છે. #ModifiedReservation , #RRP27
.
જો તમે આ કાયદાનું સમર્થન કરો છો, તો વડાપ્રધાનને પોસ્ટકાર્ડ મોકલો. પોસ્ટકાર્ડ પર આ લખો:
.
"પ્રધાન મંત્રી શ્રી, કૃપા કરીને અનામતમાં આર્થિક વિકલ્પનો કાયદો ગેઝેટમાં છાપો - #ModifiedReservation , #RRP27
.
----- ડ્રાફ્ટની શરૂઆત -----
.
વિભાગ - અ ; દલિતો માટે આર્થિક વિકલ્પોની જોગવાઈ
.
(1) આરક્ષિત વર્ગના નાગરિકો માટે 'આર્થિક વિકલ્પ' પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરવા અને તેનું સંચાલન કરવા માટે પ્રધાનમંત્રી એક સચિવની નિમણૂક કરશે.
.
(2) SC/ST/OBC વર્ગના કોઈપણ નાગરિક તહસીલદારની કચેરીમાં હાજર થઈને 'આર્થિક વિકલ્પ' માટે પોતાની નોંધણી કરાવી શકે છે. જો અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી હોય, તો 'આર્થિક વિકલ્પ' પસંદ કરવાનો નિર્ણય તેની માતા દ્વારા લેવામાં આવશે. કોઈપણ વ્યક્તિ કોઈપણ દિવસે કોઈપણ ફી ચૂકવ્યા વિના તેના નાણાકીય વિકલ્પની પાત્રતા રદ કરી શકે છે.
.
(3) જો કોઈ વ્યક્તિએ અનામતનો લાભ લઈને નોકરી મેળવી હોય, તો તે આર્થિક વિકલ્પ પસંદ કરવાને પાત્ર રહેશે નહીં. પરંતુ જો કોઈ વ્યક્તિએ શિક્ષણ માટે અનામતનો લાભ લીધો હોય તો તે લાભ લીધાના 4 વર્ષ પછી આર્થિક વિકલ્પ પસંદ કરી શકે છે.
.
(4) જો કોઈ વ્યક્તિ આર્થિક વિકલ્પ પસંદ કરે છે, તો તેને દર મહિનાના અંતે રૂ.50 પ્રાપ્ત થશે, જ્યાં સુધી તે તેનો આર્થિક વિકલ્પનો દરજ્જો રદ ન કરે. આ રકમ મોંઘવારી પ્રમાણે સમયાંતરે એડજસ્ટ કરવામાં આવશે. રૂપિયા ની ચુકવણી દર 3 મહિને કરવામાં આવશે.
.
(5) ચોથા વર્ગની સેવાઓને છોડીને, કેન્દ્ર સરકાર/રાજ્ય સરકારો અથવા તેમના એકમો હેઠળની નિમણૂંકો/પરીક્ષાઓ માટે, જેના માટે પસંદગીનો આધાર લેખિત કસોટી અથવા/અને શારીરિક કાર્યક્ષમતા કસોટી અથવા/અને અન્ય કોઈપણ ઉદ્દેશ્ય પરીક્ષા છે, SC/ST/OBC શ્રેણી માટે અનામત ક્વોટાની ટકાવારી નક્કી કરવા માટે, SC/ST/OBC વર્ગના નાગરિકો દ્વારા પસંદ કરવામાં આવેલા આર્થિક વિકલ્પોની ટકાવારીને SC/ST/OBC વર્ગના ક્વોટાની ટોચમર્યાદામાંથી ઘટાડી દેવામાં આવશે.
.
પરંતુ આ ઘટાડેલી મર્યાદા અનામત ક્વોટા માટે નિર્ધારિત મહત્તમ સીમાના એક ચતુર્થાંશ કરતાં ઓછી નહીં હોય. અને વર્ગ ચારની ભરતી/નિમણૂંકમાં અનામત ક્વોટાની ખાલી જગ્યાઓની સંખ્યામાં જરા પણ ઘટાડો કરવામાં આવશે નહીં.
.
સમજૂતી-1 : ધારો કે રાજ્યમાં ST વર્ગની વસ્તી 1 કરોડ છે અને આ વર્ગ માટે અનામત ક્વોટાની મહત્તમ મર્યાદા 14% છે. જો આ રાજ્યના 1 કરોડ ST કેટેગરીના નાગરિકોમાંથી 45 લાખ નાગરિકો આર્થિક વિકલ્પ પસંદ કરે છે, તો તે રાજ્ય માટે ST કેટેગરી માટે લાગુ અનામત ક્વોટા (14 -14×0.45 = 7.7%) 7.7 ટકા હશે. પરંતુ જો 1 કરોડમાંથી 90 લાખ નાગરિકો આર્થિક વિકલ્પ પસંદ કરે તો પણ અનામત ક્વોટા હજુ પણ એક ચતુર્થાંશ (14÷4=3.5%) એટલે કે મહત્તમ મર્યાદા(14%) ના 3.5 ટકા રહેશે.
.
સમજૂતી-2 : ધારા (4)એ પદોની પસંદગી પ્રક્રિયા પર લાગુ પડની નથી જે પદો પર નિમણૂક ઇન્ટરવ્યુ અને/અથવા અન્ય કોઈ વ્યક્તિલક્ષી મૂલ્યાંકનને આધાર બનાવવામાં આવ્યો હોય.
.
(6) જો કોઈ વ્યક્તિએ તેનો આર્થિક વિકલ્પ રદ કર્યો હોય, તો તે અનામતનો લાભ લેવા માટે ફરીથી અરજી કરી શકે છે. પરંતુ જો તેણે અનામતનો લાભ લઈને નોકરી મેળવી છે તો તેનું નામ આર્થિક વિકલ્પની યાદીમાંથી હંમેશ માટે હટાવી દેવામાં આવશે.
.
(7) પસંદ કરેલા આર્થિક વિકલ્પો માટે ચૂકવણીની વ્યવસ્થા કરવા માટે જરૂરી નાણાં ખાલી જમીન કરમાંથી મેળવવામાં આવશે અને અન્ય કોઈ સ્ત્રોતમાંથી નહીં.
.
શા માટે દલિતો આ પ્રક્રિયાને સમર્થન આપશે ?
.
કારણ કે 80% થી વધુ દલિતો ગરીબ છે અને તેઓ 12મું ધોરણ પાસ પણ નથી, તેથી તેમના માટે અનામતની કોઈ ઉપયોગીતા નથી. જો 5 સભ્યોનું કુટુંબ નાણાકીય વિકલ્પ પસંદ કરે છે તો તેને કોઈપણ નુકસાન વિના રૂ. 3000 નો લાભ મળશે. આ રીતે, વધુને વધુ દલિતો આર્થિક વિકલ્પ પસંદ કરશે, અને તે જ પ્રમાણમાં અનામત બેઠકોમાં ઘટાડો થશે. જ્યારે કોઈ દલિત અનામતનો લાભ લેવા માંગે છે, ત્યારે તે આર્થિક વિકલ્પને છોડીને ફરીથી અનામત માટે અરજી કરી શકે છે. આ રીતે, વ્યવહારીક રીતે અનામત ક્વોટામાં દલિતોની સહમતીથી ઘટાડો થશે.
.
ખર્ચઃ ભારતમાં SC/ST/OBC નાગરિકોની સંખ્યા 80 કરોડ છે. જો આ વર્ગના તમામ નાગરિકો આર્થિક વિકલ્પ પસંદ કરે તો પણ આ રકમ 50 હજાર કરોડ થાય છે, જે ભારતની જીડીપીના માત્ર 0.5% છે. અમે દરખાસ્ત કરીએ છીએ કે આ રકમ ખાલી જમીન કરમાંથી જ વસૂલવી જોઈએ અને અન્ય કોઈ સ્ત્રોતમાંથી નહીં.
.
વિભાગ - બ ; અતિ પછાત વર્ગો અને સમૃદ્ધ વર્ગોમાં અનામતનું પુનઃવિતરણ
.
[ ટિપ્પણી : આ વિભાગ અતિ પછાત અને સમૃદ્ધ વર્ગો વચ્ચે અનામતના અસમાન વિતરણની સમસ્યાનું સમાધાન કરે છે. અનામતની વર્તમાન જોગવાઈઓથી દલિત વર્ગના અતિ પછાત વર્ગને પૂરતો લાભ મળી રહ્યો નથી, જ્યારે સમૃદ્ધ વર્ગ (ક્રીમી લેયર) અનામતના લાભોનો વધુ ઉપયોગ કરી રહ્યો છે.
.
ઉદાહરણ તરીકે, ST વર્ગમાં ભીલ અને મીળા જેવી 10 પેટા જાતિઓનો સમાવેશ થાય છે. જો ST વર્ગમાં ભીલોની વસ્તી 50% છે અને મીળાની વસ્તી 30% છે, તો ભીલોને પણ તે જ પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ. પરંતુ જો મીળા જ્ઞાતિએ ST વર્ગમાં અનામતનો લાભ લઈને 60% પ્રતિનિધિત્વ હાંસલ કર્યું છે તો તેની આડ અસર એ થશે કે ST વર્ગની અન્ય જ્ઞાતિઓ પછાત જ રહેશે, જ્યારે પૂરતું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરી ચૂકેલી જાતિઓનું પ્રતિનિધિત્વ વધતું રહેશે. તેવી જ રીતે, SC/ST/OBC વર્ગમાં જે વ્યક્તિઓ સમૃદ્ધ થયેલા છે, તેઓના લાભો ઘટાડીને એજ વર્ગની બાકીની પછાત વ્યક્તિઓને અનામતનો લાભ આપવો જોઈએ.
.
આ પ્રણાલીને અમલમાં મૂકવા માટે, આપણે સૌ પ્રથમ જાતિની વસ્તી ગણતરીની જરૂર છે, જેથી પ્રાપ્ત આંકડાઓના આધારે ન્યાયી વ્યવસ્થા બનાવી શકાય. આ ડ્રાફ્ટમાં જાતિના આધારે વસ્તી ગણતરી માટે સૂચનાઓ પણ સામેલ કરવામાં આવી છે. ,
.
(8) વડાપ્રધાન દેશના તમામ હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મોને માનનારાઓ વિશે નીચેની વિગતો એકત્રિત કરવા માટે જાતિની વસ્તી ગણતરી કરાવશે - વ્યક્તિનું નામ, ઓળખ નંબર, જાતિ, પેટાજાતિ, સંબંધિત SC/ST/OBC વર્ગ , તેમની માલિકીની બિન-ખેતીની જમીનની વિગતો અને આ જમીનની સર્કલ કિંમત, તેમણે ત્રણ વર્ષમાં પ્રસ્તુત કરેલા આવકવેરા અહેવાલના આધારે અથવા સરકારી રેકોર્ડમાં તેના દ્વારા જાહેર કરેલી તેમની સરેરાશ આવક.
.
(8.1) જો કોઈ વ્યક્તિએ અનામતનો લાભ લીધો હોય તો તેણે તેની સાચી/સત્ય જાતિ જાહેર કરવાની રહેશે. જો તે આમ કરવામાં નિષ્ફળ જાય તો જ્યુરી બોર્ડ તેને 6 મહિનાની જેલની સજા કરી શકે છે.
.
(8.2) જો કોઈ વ્યક્તિ અનામતનો લાભ લેવા માંગતી હોય તો તેણે તેની સાચી/સત્ય જાતિ જાહેર કરવી પડશે. જો તે આવું નહીં કરે તો તેને ભવિષ્યમાં ક્યારેય અનામતનો લાભ નહીં મળે.
.
(8.3) જો કોઈ વ્યક્તિ તેની જાતિ જાહેર ન કરે તો તેને સામાન્ય વર્ગમાં ગણવામાં આવશે.
.
(9) આ વિભાગના ખંડ (15) માં આપેલ કોષ્ટક મુજબ, વડાપ્રધાન વ્યક્તિઓને ગુણ ફાળવશે અને દરેક જાતિ અને પેટાજાતિ માટે સરેરાશ ગુણની ગણતરી કરશે.
.
(10) વડાપ્રધાન ફાળવેલ ગુણના આધારે SC, ST અને OBC વર્ગની તમામ જાતિઓને ઉતરતા ક્રમમાં સૂચિબદ્ધ કરશે. તેઓ નીચેની પદ્ધતિ દ્વારા SC, ST અને OBC શ્રેણીની યાદીઓને 4 ભાગોમાં વિભાજિત કરશે -
.
જૂથ-1 : ચોક્કસ જાતિના ગુણના મધ્યબિંદુ બરાબર અથવા વધુની સરેરાશ.
.
જૂથ-2 : ચોક્કસ જાતિના ગુણના મધ્યબિંદુ અને મધ્યબિંદુના 0.75 વડે ગુણાકાર વચ્ચેનો સરેરાશ.
.
જૂથ-3 : ચોક્કસ જાતિના ગુણના મધ્યબિંદુના 0.25 અને 0.5 ના ગુણાકાર વચ્ચેની સરેરાશ.
.
જૂથ-4 : ચોક્કસ જાતિના ગુણના મધ્યબિંદુના 0.25 ના ગુણાકાર કરતા ઓછાની સરેરાશ.
.
(11) અનામત ક્વોટામાંથી લાયકાત ધરાવતા ઉમેદવારોની ચાર મેરિટ યાદીઓ તૈયાર કરવામાં આવશે અને ચોથા જૂથમાંથી 4 ઉમેદવારો, ત્રીજા જૂથમાંથી 3 ઉમેદવારો, બીજા જૂથમાંથી 2 ઉમેદવારો અને પ્રથમ જૂથમાંથી એક ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
.
(12) પ્રધાનમંત્રી SC, ST અને OBC વર્ગની જાતિઓ માટે આજ પ્રકારની જૂથ-આધારિત યાદીઓ તૈયાર કરશે, અને ઉપર વર્ણવેલ પદ્ધતિ મુજબ અનામત માટે ઉમેદવારોને પ્રાધાન્ય આપશે.
.
(13) જો કોઈ જાતિના ગુણની સરેરાશ દેશના ગુણની સરેરાશ કરતાં વધી જાય, તો તે જાતિને SC/ST/OBCની શ્રેણીમાંથી દૂર કરવામાં આવશે.
.
(14) અંક યાદીઓને દર વર્ષે અપડેટ અને એડજસ્ટ કરવામાં આવશે.
.
(15) અંક આધારિત સૂચકાંક કોષ્ટક
.
(15.01) પ્રધાનમંત્રી, સુપ્રીમ કોર્ટના જજ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, કેન્દ્ર સરકારમાં નિયમનકાર, રિઝર્વ બેંકના ગવર્નર અને ડેપ્યુટી ગવર્નર, બેંક ચેરમેન - 50 લાખ ગુણ
.
(15.02) હાઈકોર્ટના જજ, મુખ્ય સેશન્સ જજ, કેન્દ્ર સરકાર હેઠળના નાયબ સચિવ, રાજ્ય સરકારોના નિયમનકાર અને મુખ્યમંત્રી - 40 લાખ ગુણ
.
(15.03) સેશન્સ જજ અને કેન્દ્ર સરકારના મંત્રી - 10 લાખ ગુણ
.
(15.04) અન્ય નીચલી અદાલતોના ન્યાયાધીશો અને રાજ્ય સરકારોના મંત્રીઓ - 5 લાખ ગુણ
.
(15.05) સાંસદ અને ગૌણ સચિવ પદથી ઉપરના પદાનુક્રમના અધિકારીઓ - 1 લાખ ગુણ
.
(15.06) ધારાસભ્ય અને પંચાયત સરપંચ - 15 હજાર ગુણ
.
(15.07) જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU) સિવાય કેન્દ્ર અને રાજ્યના તમામ વિભાગોના પ્રથમ વર્ગના અધિકારીઓ - 20 હજાર ગુણ
.
(15.08) કેન્દ્ર અને રાજ્યો હેઠળના તમામ બીજા વર્ગના અધિકારીઓ - 10 હજાર ગુણ
.
(15.09) કેન્દ્ર અને રાજ્ય સરકારો હેઠળના તમામ ત્રીજા વર્ગના અધિકારીઓ - 5 હજાર ગુણ
.
(15.10) ઉપરોક્ત દર્શાવેલા તમામ અધિકારીઓ સહિત કેન્દ્ર, રાજ્ય અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોના તમામ શ્રેણીના અધિકારીઓ - વાર્ષિક આવક÷100
.
(15.11) માથાદીઠ મિલકત દર કરતાં 10 લાખ ગણી વધુ સંપત્તિ ધરાવનાર વ્યક્તિઓ - 1 કરોડ ગુણ
.
(15.12) માથાદીઠ મિલકત દર કરતાં ૧ લાખ ગણી વધુ કિંમતની મિલકત ધરાવતી વ્યક્તિ - 10 લાખ ગુણ
.
(15.13) વ્યક્તિ દીઠ મિલકત દર કરતાં 10 હજાર ગણી વધુ કિંમતની મિલકત ધરાવનાર વ્યક્તિ - 1 લાખ ગુણ
.
(15.14) વ્યક્તિ દીઠ મિલકત દર કરતાં એક હજાર ગણી વધુ કિંમતની મિલકત ધરાવનાર વ્યક્તિ - 10 હજાર ગુણ
.
(15.15) વ્યક્તિ દીઠ મિલકત દર કરતાં 100 ગણી વધુ કિંમતની મિલકત ધરાવતી વ્યક્તિ - 1 હજાર ગુણ
.
વિભાગ - સ ; સુપ્રીમ કોર્ટમાં ઈન્ટરવ્યુના આધારે નિમણૂંકની જોગવાઈ
.
[નોંધ: આ વિભાગ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક સાથે સંબંધિત છે. આ વિભાગ જે પદોની નિમણૂકો લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવે છે, એમાં SC/ST/OBC વર્ગ માટે ફરજિયાત અનામતની ખાતરી આપે છે . જો ઈન્ટરવ્યુ દ્વારા નિમણૂક કરવામાં આવશે તો પ્રધાનમંત્રી સરકારના આદેશથી આવી જગ્યાઓમાં અનામતનો અમલ કરી શકશે.]
.
(16) લશ્કરી વિભાગ સિવાય, આ કાયદો સંઘીય સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી અને સંઘીય સરકાર હેઠળ કામ કરતી તમામ સંસ્થાઓ / વિભાગો / એકમો, તમામ અદાલતો અને યુનિવર્સિટીઓને લાગુ પડશે.
.
(17) જો કોઈ સંસ્થા કોઈપણ હોદ્દા પર નિમણૂક માટે સામાન્ય ચૂંટણી પ્રક્રિયાના સ્થાને ઈન્ટરવ્યુ અથવા વ્યક્તિલક્ષી પ્રક્રિયા અથવા કોઈપણ બિન-ઉદ્દેશ્ય પ્રક્રિયાનો ઉપયોગ કરે છે, તો પ્રધાન મંત્રીને એ અધિકાર હશે કે તે અમુક પદોની પસંદગી પ્રક્રિયા માટે જાતિગત આધાર પર SC/ST/OBC વર્ગ માટે અનામત લાગુ કરવા માટે સરકારી આદેશ જારી કરી શકે છે.
.
(18) હવેથી, સુપ્રીમ કોર્ટમાં 7% પદ SC માટે, 14% ST માટે અને 25% OBC માટે અનામત રહેશે. ટકાવારી દ્વારા નિર્ધારિત પદોના પૂર્ણાંક પ્રાપ્ત કરવા માટે પ્રથમ 5 વર્ષ માટે નાની સંખ્યા અને આગામી 5 વર્ષ માટે મોટી સંખ્યાને આધાર બનાવવામાં આવશે. જો સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની નિમણૂક માટેનો આધાર બિન-ઉદ્દેશ્ય પસંદગી હોય, તો આ કાયદો આવી નિમણૂંકોને લાગુ પડશે. જો નિમણૂકનો આધાર સામાન્ય ચૂંટણી હોય તો અનામત ચાલુ રહેશે. જો પસંદગીનો આધાર ઉદ્દેશ્ય હશે, તો અનામત લાગુ થશે નહીં.
.
વિભાગ - દ ; બિન-હિન્દુ ધર્મીઓના અનામતના લાભો રોકવાની જોગવાઈ
.
[નોંધ: આ કલમ બિન-હિન્દુ ધર્મોને અનામતના લાભથી વંચિત રાખે છે. ડ્રાફ્ટમાં મૂળના આધારે જૈન, બૌદ્ધ અને શીખ ધર્મોને હિન્દુ ધર્મની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. ]
.
(19) SC, ST અને OBC વર્ગના નાગરીકોને મળેલ અનામત ના લાભો ફક્ત હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મ ના SC, ST અને OBC વર્ગના નાગરિકો ને જ મળશે.
.
(20) SC, ST અને OBC નાગરીકો ને મળેલ અનામતના લાભો હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મ ના SC, ST અને OBC વર્ગના નાગરિકો સિવાય અન્ય કોઈ પણ ધર્મના નાગરિકો માટે ઉપલબ્ધ રહેશે નહિ.
.
(21) જનતાનો અવાજ
.
(21.1) જો કોઈ મતદાર આ અધિનિયમની કોઈપણ કલમની કોઈપણ કલમમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છે તો તે કલેક્ટર કચેરીમાં સોગંદનામું રજૂ કરી શકે છે. જિલ્લા કલેક્ટર પ્રતિ પૃષ્ઠ 20 રૂપિયાની ફી વસૂલ કરીને મતદારના મતદાર આઈડી નંબર સાથે વડાપ્રધાનની વેબસાઈટ પર એફિડેવિટ સ્કેન કરીને રાખશે.
.
(21.2) જો કોઈ મતદાર કલમ 21.1 હેઠળ સબમિટ કરેલ કોઈપણ એફિડેવિટ પર પોતાનો આધાર રજીસ્ટર કરવા માંગતો હોય, તો તે તલાટી કચેરીમાં રૂ. ૩ ની ફી ભરીને તેની હા/ના ની નોંધણી કરાવી શકે છે. તલાટી નહિ નોંધ કરશે અને મતદારની હા/ના ને મતદાર આઈડી નંબર સાથે પ્રધાનમંત્રીની વેબસાઇટ પર જાહેર કરશે.
.
-----ડ્રાફ્ટનો અંત----