14) NRCI ; પ્રસ્તાવિત ભારતીય રાષ્ટ્રીય નાગરિકતા નોંધણી કાયદો
NRCI ; પ્રસ્તાવિત ભારતીય રાષ્ટ્રીય નાગરિકતા નોંધણી કાયદો
,
( Proposed NRCI ; National Register for Citizens of india )
,
NRCI નો સાર : આ કાયદામાં, ભારતના નાગરિકો માટે રાષ્ટ્રીય રજિસ્ટર બનાવવાની પ્રક્રિયા આપવામાં આવી છે. નાગરિકતા રજિસ્ટર તૈયાર કરવાની પ્રક્રિયા ગેઝેટમાં પ્રકાશિત થતાંની સાથે જ શરૂ થઈ જશે. વિવિધ સરકારી એજન્સીઓ અનુસાર, ભારતમાં લગભગ 2 કરોડ ગેરકાયદેસર આર્થિક વિદેશીઓ ( illegal migrant ) રહે છે. આ ગેરકાયદેસર વિદેશીઓમાં પ્રતાડીત શરણાર્થીઓ પણ છે, અને આર્થિક તકોની શોધમાં આવેલા વિદેશીઓ ( illegal economic migrant ) પણ છે . આ સૂચિત કાયદામાં, ગેરકાયદેસર આર્થિક વિદેશી કોણ છે અને કોણ પ્રતાડીત શરણાર્થી છે તે અંગેનો અંતિમ નિર્ણય નાગરિકોની જ્યુરી દ્વારા લેવામાં આવશે. આ કાનૂન ડ્રાફ્ટ નીચે મુજબ કરશે:
,
(1) ગેરકાયદેસર આર્થિક વિદેશીઓને ( illegal economic migrant ) ઓળખવા અને તેમને ભારતમાંથી હાંકી કાઢવા.
,
(2) પ્રતાડીત શરણાર્થીઓને ( Persecuted refugee ) આશરો આપવો.
,
(3) દેશવ્યાપી નાગરિકતા રજીસ્ટર બનાવવું.
,
ગૃહમંત્રી શ્રી અમિત શાહે ખાતરી આપી છે કે તેઓ ટૂંક સમયમાં જ દેશવ્યાપી NRCનો ડ્રાફ્ટ લાવશે. પરંતુ જ્યાં સુધી સરકાર રાષ્ટ્રવ્યાપી NRCનો ડ્રાફ્ટ સામે નહીં મૂકે ત્યાં સુધી અમે તેમાં શું જોગવાઈઓ હશે તે અંગે કોઈ અનુમાન લગાવી શકતા નથી. આસામમાં લાગુ કરાયેલ NRCના ડ્રાફ્ટમાં આસામ રાજ્ય માટે વિશેષ જોગવાઈઓ હતી, તેથી આસામનો NRC ડ્રાફ્ટ સમગ્ર ભારતમાં લાગુ કરી શકાતો નથી. પ્રસ્તાવિત NRCI આ ખામીઓને પૂર્ણ કરે છે. આ કાયદાને મની બિલ/ધન વિધેયકના રૂપમાં લોકસભામાંથી પસાર કરીને ગેઝેટમાં છાપી શકાય છે. #NRCI
,
જો તમે NRCI કાયદો બનાવવાનું સમર્થન કરો છો, તો PM ને પોસ્ટકાર્ડ(ટપાલ) મોકલો. પોસ્ટકાર્ડ પર આ લખો :
,
પ્રધાન મંત્રી શ્રી, કૃપા કરીને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર બનાવવા માટે ગેઝેટમાં સૂચિત NRCI કાયદો છાપો - #NRCI
,
--------- કાયદાના મુસદ્દાની શરૂઆત --------
,
આ કાયદામાં 2 વિભાગો છે:
,
(i) નાગરિકોને સૂચનાઓ
(ii) અધિકારીઓ અને નાગરિકો માટે સૂચનાઓ
(iii) ટિપ્પણીઓ આ કાયદાનો ભાગ નથી. નાગરિકો અને અધિકારીઓ માર્ગદર્શિકા માટે ટિપ્પણીઓનો ઉપયોગ કરી શકે છે.
,
,
ભાગ (I) : નાગરિકો માટે સામાન્ય સૂચનાઓ
,
(1) આ કાયદો ગેઝેટમાં આવતાની સાથે જ સમગ્ર ભારતમાં અમલમાં આવશે.
,
સમજૂતી: આસામના NRCમાં ઘણી વિસંગતતાઓ અને ખામીઓ હતી, તેથી આ રજિસ્ટર આસામમાં પણ બનાવવામાં આવશે. ઉદાહરણ તરીકે, આસામનું NRC ન તો ગેરકાયદેસર રીતે રહેતા આર્થિક વિદેશીઓની ઓળખ કરે છે, ના તો તેમના દેશનિકાલ માટે કોઈ પદ્ધતિ પ્રદાન કરે છે.
,
(2) આ કાયદો ગેઝેટમાં પ્રસિદ્ધ થયા પછી, તમારે તલાટી કચેરીમાં જઈને NRCI ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મમાં, તમે નીચેની માહિતી આપશો - મતદાર ચૂંટણી કાર્ડ નંબર, આધાર નંબર અને તમારા અને તમારા સંબંધીઓના જન્મનું વર્ષ. રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટ્રાર એક મોબાઈલ એપ પણ બહાર પાડશે જેથી કરીને તમે NRCI ફોર્મ ઓનલાઈન પણ ભરી શકો.
,
(2.1) જો તમારી પાસે મતદાર ID અને આધાર નંબર નથી, તો તમે રેશન કાર્ડ નંબર, પાન કાર્ડ નંબર, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા મનરેગા કાર્ડ નંબર લખીને પણ ફોર્મ ભરી શકો છો.
,
(2.2) સંબંધીઓમાં સમાવેશ થાય છે : તમારા માતા-પિતા, દાદા-દાદી, નાના-નાની , સગા ભાઈ-બહેન અને બાળકોનો . જો તમારા કોઈ સંબંધીનું અવસાન થયું છે, તો પણ તમે તેટલી માહિતી આપશો જેટલી તમને ખબર છે.
,
(2.3) જો તમને તમારા અન્ય સંબંધીઓની મતદાર ID ખબર નથી, તો તમે ફક્ત તમારો મતદાર ID નંબર લખીને પણ ફોર્મ ભરી શકો છો.
,
(2.4) ફોર્મ સબમિટ કરતી વખતે, તમારે ફોર્મ સાથે મતદાર ID અથવા આધાર કાર્ડની ફોટોકોપી (જેરોક્ષ) સબમિટ કરવાની રહેશે.
,
(2.5) સગીર બાળકોના નામ ફોર્મમાં લખવામાં આવશે ત્યારે સગીર બાળકનો આધાર કાર્ડ નંબર લખવો ફરજિયાત રહેશે. જો સગીર પાસે આધાર કાર્ડ નથી, તો તમે આધાર કાર્ડ બનાવી શકો છો.
,
(3) જો NRCI ફોર્મમાં આપવામાં આવેલી કોઈપણ માહિતી અંગે કોઈ વિવાદ હોય, તો આ બાબતની સુનાવણી નાગરિકોની જ્યુરી દ્વારા કરવામાં આવશે. જ્યુરી મંડળની પસંદગી મતદાર યાદીમાંથી લોટરી દ્વારા કરવામાં આવશે. જો તમારું નામ લોટરીમાં આવે છે, તો તમને જ્યુરી ડ્યુટી માટે બોલાવવામાં આવી શકે છે. જ્યુરીમાં આવીને તમારે, આરોપી, પીડિતા, સાક્ષીઓ અને બંને પક્ષોના વકીલો દ્વારા રજૂ કરાયેલા પુરાવા જોયા પછી દલીલો સાંભળવી પડશે અને સજા/દંડ કે મુક્તિનો નિર્ણય કરવો પડશે.
,
(4) જો તમારું નામ મતદાર યાદીમાં છે, અને તમે આ કાયદાના કોઈપણ વિભાગમાં કોઈપણ આંશિક અથવા સંપૂર્ણ ફેરફાર કરવા માંગો છો, તો તમે તમારા જિલ્લાના કલેક્ટરની કચેરીમાં આ કાયદાની કલમ (15.1) હેઠળ સોગંધનામું રજૂ કરી શકો છો. . કલેક્ટર પ્રતિ પૃષ્ઠ 20 રૂપિયાની ફી વસૂલ કરીને સોગંધનામું સ્વીકારશે અને તેને સ્કેન કરીને વડાપ્રધાનની વેબસાઇટ પર જાહેર કરશે.
,
[ટિપ્પણી 1: NRCI વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો:
,
1a. શું NRCI ફોર્મ ભરવું ફરજિયાત રહેશે?
,
હા. તે દરેક નાગરિક માટે ફરજિયાત રહેશે. જો તમે NRCI ફોર્મ ન ભરો, તો તમારું નામ “નોટ વેરિફાઈડ”ની યાદીમાં અને પછીથી શંકાસ્પદની યાદીમાં મૂકવામાં આવી શકે છે. જો તમારું નામ શંકાસ્પદ લોકોની યાદીમાં આવે છે, તો તમારે નાગરિકોની જ્યુરી સમક્ષ હાજર થવું પણ પડે.
,
1b. જો મારી પાસે મતદાર ID અને આધાર કાર્ડ નથી, તો મારા વિકલ્પો શું છે ?
,
પછી તમે મતદાર કાર્ડ અથવા આધાર કાર્ડ મેળવીને નાગરિકતા રજિસ્ટરમાં તમારું નામ ઉમેરી શકો છો અથવા તમે લાઇસન્સ નંબર, મનરેગા કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડના આધારે NRCI ફોર્મ પણ ભરી શકો છો.
,
1c. શું સંબંધીઓના મતદાર કાર્ડ નંબર વગેરેની માહિતી આપવી ફરજિયાત છે ?
,
તમારી પાસે જેટલી માહિતી છે એટલી જ તમારે આપવાની રહેશે. જો તમારી પાસે માહિતી ન હોય, તો તમે NRCI ફોર્મની કોલમમાં “જાણકારી નથી” લખી શકો છો. માહિતી ન આપવા બદલ તમારી સામે કોઈ કેસ કરવામાં આવશે નહીં, પરંતુ જો તમે જાણી જોઈને ખોટી માહિતી આપો છો, તો જ્યુરી તમને સમન્સ મોકલી શકે છે, અને જો દોષિત ઠરે તો તમને સજા પણ થઈ શકે છે.
,
1d. નાગરિકતા રજિસ્ટરમાં આવવા માટે મારે કયા દસ્તાવેજો બતાવવાની જરૂર પડશે ?
,
NRCI ની પ્રક્રિયા મતદાર ID નંબર અને આધાર કાર્ડ પર આધારિત છે. તેથી, તમારે NRCI ફોર્મ સાથે તમારા કોઈપણ મતદાર ID/આધાર કાર્ડ/રેશન કાર્ડ દસ્તાવેજોની ફોટોકોપી પ્રદાન કરવી પડશે. પરંતુ તમારે ફક્ત તમારા સંબંધીઓનું નામ, મતદાર આઈડી નંબર વગેરે આપવાનું રહેશે, પરંતુ તમારે તમારા સંબંધીઓના મતદાર આઈડી વગેરેની ફોટોકોપી આપવાની રહેશે નહીં.
,
1e. જો હું વાંચી અને લખી શકતો નથી તો હું NRCI ફોર્મ કેવી રીતે જમા કરી શકું ?
,
આ માટે NRCI એજન્ટો હશે. સરકાર NRCI એજન્ટને 1 ફોર્મ ભરવા માટે 30 રૂપિયા આપશે. તેથી, તેઓ જાતે જ તમારી પાસે પહોંચશે અને તમારું ફોર્મ ભરીને તલાટી ઓફિસમાં જમા કરાવશે.
,
1f. NRCI શા માટે જરૂરી છે?
,
લગભગ 2 કરોડ ગેરકાયદેસર આર્થિક વિદેશીઓ (illegal economic imigrant) ભારતમાં રહે છે. આસામ, બંગાળ, પૂર્વોત્તર ઉપરાંત તે સમગ્ર ભારતમાં ફેલાયેલા છે. આમાંના મોટાભાગના ગેરકાયદેસર વિદેશીઓ છેલ્લા 30 વર્ષો દરમિયાન ભારતમાં આવ્યા છે. આ કારણે ભારતના સંસાધનો પર બોજ વધી રહ્યો છે, અને તે આપણી આંતરિક સુરક્ષા માટે પણ ખતરો છે. આ ગેરકાયદેસર વિદેશી રહેવાસીઓના ઘણા જૂથો હિંસક ગુનાઓ અને દાણચોરી વગેરેમાં પણ સામેલ છે. જો પાકિસ્તાન અને ચીન બાંગ્લાદેશી સરહદના માધ્યમથી તેમને હથિયારો મોકલવાનું શરૂ કરે તો આ ગેરકાયદેસર વિદેશી રહેવાસીઓ ભારતમાં હિંસક ગૃહયુદ્ધ શરૂ કરી શકે છે. તેથી, તેમને ઓળખીને ભારતની બહાર મોકલવા દેશની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે.CAA અને આસામમાં કરવામાં આવેલા NRCA એ આ સમસ્યા હલ કરી નથી, પરંતુ એવી છાપ ઊભી કરી દીધી છે કે આ સમસ્યા હલ થઈ ગઈ છે. તેથી, તાત્કાલિક અસરથી INRC લાગુ કરવું ખૂબ જ જરૂરી છે.
,
ભાગ (II) : અધિકારીઓને સૂચનાઓ:
,
(5) વડાપ્રધાન એક રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટ્રારની નિમણૂક કરશે, જેને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NCRO) કહેવામાં આવશે. રાષ્ટ્રીય રજિસ્ટ્રાર તમામ રાજ્યોમાં સ્ટેટ સિટીઝનશિપ રજિસ્ટ્રાર (SNROs) ની નિમણૂક કરશે. રાષ્ટ્રીય રજિસ્ટ્રાર, વડા પ્રધાનની પરવાનગીથી, જિલ્લા કલેક્ટરને જિલ્લા રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરી શકે છે અથવા ઇચ્છિત જિલ્લાઓમાં અલગ જિલ્લા રજિસ્ટ્રારની નિમણૂક પણ કરી શકે છે. રાષ્ટ્રીય રજિસ્ટ્રાર કેન્દ્ર/રાજ્ય સરકારના ઇચ્છિત અધિકારીઓને 2 વર્ષથી વધુ ન હોય તેવા સમયગાળા માટે પ્રતિનિયુક્તિ પર અસ્થાયી રૂપે નિયુક્ત કરી શકે છે અથવા કેન્દ્ર અથવા રાજ્ય સરકારના અધિકારીઓને પ્રતિનિયુક્તિ પર લઈ શકે છે. નેશનલ રજીસ્ટ્રાર અને તેમનો સ્ટાફ વોટ વાપસી અને જ્યુરી મંડળના કાર્યક્ષેત્ર હેઠળ રહેશે. (વોટ વાપસીની પ્રક્રિયા જોવા માટે કૃપા કરીને કલમ 14 નો સંદર્ભ લો)
,
(6) કોઈપણ મતદાર કે જેણે ધોરણ 10 પાસ કર્યું છે તે જિલ્લા કલેક્ટર કચેરીમાં NRCI એજન્ટ બનવા માટે અરજી કરી શકે છે.
,
(6.1) NRCI એજન્ટને NRCI ફોર્મ કેવી રીતે ભરવું વગેરે વિશે 3-દિવસીય શિબિરમાં તાલીમ આપવામાં આવશે, જેથી તે અન્ય નાગરિકોને ફોર્મ ભરવામાં મદદ કરી શકે. જિલ્લા કલેક્ટર તેની શિબિર તાલુકા પંચાયત સમિતિમાં યોજી શકે છે.
,
(6.2) NRCI એજન્ટ નાગરિકોના ફોર્મ ભરીને તલાટી કચેરીમાં જમા કરી શકશે, અને NRCI એજન્ટને જમા કરેલા દરેક ફોર્મ માટે રાષ્ટ્રીય રજિસ્ટ્રાર 30 રૂપિયાના દરે ચૂકવણી કરશે,
,
[ટિપ્પણી 2: NRCI રજિસ્ટર બનાવવાનું કાર્ય સંપૂર્ણ કાર્યક્ષમતા અને પ્રમાણિકતા સાથે કરવામાં આવે છે, આ માટે, રાષ્ટ્રીય નિયંત્રણ અધિકારી અને તેમના અધિકારીને વોટ વાપસી અને જ્યુરી મંડળના દાયરામાં કરવામાં આવ્યા છે. જો નાગરિકોને લાગે છે કે NCRO પક્ષપાતી રીતે કામ કરી રહ્યું છે, તો તેઓ વોટ વાપસી પ્રક્રિયાનો ઉપયોગ કરીને તેને હટાવીને અન્ય કોઈ વ્યક્તિને આ પોસ્ટ આપવા માટે તેમની મંજૂરી રજીસ્ટર કરી શકશે. ]
,
(7) NRCI ફોર્મની ચકાસણી અને સત્યાપન :
,
(7.1) રજિસ્ટ્રાર NRCI ફોર્મમાં આપેલી માહિતીને જોડીને નાગરિકતા નોંધણીની સૂચિ તૈયાર કરશે અને તેને સાર્વજનિક કરશે. જે યાદી સાર્વજનિક કરવામાં આવશે, તેમાં માત્ર નાગરિકનો મતદાર આઈડી નંબર હશે, આધાર નંબર નહીં. કોઈપણ નાગરિકનો આધાર નંબર જાહેર કરવામાં આવશે નહીં. યાદીમાં વ્યક્તિના સંબંધીઓના નામ અને તેમના મતદાર આઈડી નંબર વગેરેને એવી રીતે ગ્રૂપ કરવામાં આવશે કે વ્યક્તિના સંબંધીઓને સરળતાથી ઓળખી શકાય. આ સૂચિને નીચેની શ્રેણીઓમાં વર્ગીકૃત કરી શકાય છે:
,
(7.1.1) પ્રમાણિત સૂચિ : નાગરિકો જેમના સંબંધીઓ સાથે મેળ ખાય છે, અને ઉપલબ્ધ માહિતી સંપૂર્ણ અને પર્યાપ્ત છે, તેમને સૂચિમાં તેમના નામો સામે પ્રમાણિત અથવા ચકાસાયેલ અથવા Verified તરીકે ચિહ્નિત કરવામાં આવશે.
,
(7.1.2) બિન-ચકાસાયેલ યાદી : નાગરિકો કે જેમણે ખોટી માહિતી આપી છે, અથવા રજિસ્ટ્રાર દ્વારા માંગણી કરવામાં આવી હોવા છતાં પણ સાચી માહિતી આપી નથી, અથવા જો રજિસ્ટ્રાર પ્રથમ દૃષ્ટિએ માને છે કે માહિતી પૂરતી નથી, તો રજિસ્ટ્રાર યાદીમાં તે નાગરિકોની સામે "સાત્યાપિત નથી " અથવા "Unverified" શબ્દો દર્શાવશે.
,
[ટિપ્પણી 3 : ધારો કે, X એ તેના ફોર્મમાં તેના માતા-પિતા, ભાઈ અને પત્નીનો મતદાર આઈડી નંબર/આધાર નંબર દાખલ કર્યો છે, તો રજિસ્ટ્રાર આ ચકાસણી કરશે કે Xના ભાઈએ પણ તેના ફોર્મમાં X વિષે આ માહિતી આપેલી છે. તે આ રીતે, ફોર્મમાં સંબંધીઓ વિશે આપવામાં આવેલી તમામ માહિતીને એક બીજા સાથે મેળવીને એક અધિકૃત શ્રેણી બનાવવામાં આવશે.]
,
(7.2) એવા નાગરિકો કે જેમના સંબંધીઓનું મિલન થયું નથી, અથવા જેમના નામ તેમના દ્વારા આપવામાં આવેલી અધૂરી માહિતીને કારણે પ્રમાણિત સૂચિમાંથી નથી આવ્યા, રજિસ્ટ્રાર તેમને NRCI ફોર્મ ફરીથી ભરવા અને તેમને તલાટી કચેરીએ રજૂ કરવા માટે નોટિસ મોકલશે. નાગરિક આ ફોર્મમાં પોતાના અને પોતાના સંબંધીઓ વિશેની માહિતી પણ આપી શકે છે, જે તેણે અગાઉ આપી ન હતી.
,
(8) જો કોઈ નાગરિકને જણાય કે જાહેર કરવામાં આવેલી યાદીમાં કોઈપણ નાગરિક અને તેના સંબંધીઓ વિશે ખોટી માહિતી રાખવામાં આવી છે, તો તે તેની જાણ કરી શકે છે અથવા રજિસ્ટ્રારને ફરિયાદ કરી શકે છે. જે નાગરિકોના નામ યાદીમાં વણચકાસાયેલ (Unverified) સામે નોંધાયેલા છે તેઓ ફરીથી જિલ્લા કલેક્ટર કચેરી, તહેસીલ કચેરી અથવા તલાટી કચેરીમાં NRCI ફોર્મ ભરી શકે છે, જેથી કરીને તેઓને ખરાઈ કરી અધિકૃત યાદીમાં મૂકી શકાય.
,
(9) ગેરકાયદેસર આર્થિક વિદેશીઓની (illegal economic migrant) ઓળખ કરવી :
,
(9.1) વડા પ્રધાન ટેલિકોમ્યુનિકેશન વિભાગને છેલ્લા બે વર્ષમાં બાંગ્લાદેશથી કરવામાં આવેલા, અને બાંગ્લાદેશમાં કરવામાં આવેલા તમામ ફોન કૉલ્સની યાદી રાષ્ટ્રીય રજિસ્ટ્રારને આપવાનો આદેશ આપશે. આ વિગતનો ઉપયોગ કરીને નેશનલ રજિસ્ટ્રાર શંકાસ્પદ લોકોની યાદી તૈયાર કરશે.
,
(9.2) રાષ્ટ્રીય રજીસ્ટ્રાર બાંગ્લાદેશમાં એજન્ટોની નિમણૂક કરશે. રાષ્ટ્રીય રજિસ્ટ્રાર તેના એજન્ટોને ભારતમાં રહેતા અને બાંગ્લાદેશમાં રહેતા શંકાસ્પદ વ્યક્તિઓના રક્ત જૂથ અને ડીએનએ નમૂનાઓની માહિતી એકત્રિત કરવા કહેશે. રાષ્ટ્રીય રજિસ્ટ્રાર એજન્ટોને એવા દસ્તાવેજો એકત્ર કરવા પણ કહેશે જે સાબિત કરે કે શંકાસ્પદ લોકો બાંગ્લાદેશી મૂળના છે.
,
(9.3) કોઈપણ ભારતીય નાગરિક ભારતમાં રહેતા ગેરકાયદેસર આર્થિક વિદેશીઓની યાદી રાષ્ટ્રીય રજીસ્ટ્રારને ખાનગી રીતે અથવા જાહેરમાં સબમિટ કરી શકે છે અને તે શંકાના આધારે તે યાદીને ઉતરતા ક્રમમાં રજૂ કરશે. જો વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી માહિતી સાચી હોવાનું જણાય છે, તો રાષ્ટ્રીય રજીસ્ટ્રાર તે વ્યક્તિને તેની ઇચ્છા મુજબ ખાનગી અથવા જાહેરમાં પુરસ્કાર આપી શકે છે.
,
(9.4) જો કોઈ બાંગ્લાદેશી અથવા પાકિસ્તાની દાવો કરે છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ તેનો સંબંધી છે, અને જો તે તેની સત્યતા ચકાસવા માટે તેના ડીએનએ નમૂના આપે છે, અને જો તે ડીએનએ મેચિંગ દ્વારા સાબિત થાય છે કે તે ભારતમાં ગેરકાયદેસર રહેતો વિદેશી નિવાસી તેના સંબંધી છે, તો રાષ્ટ્રીય રજિસ્ટ્રાર ડીએનએ મિલન માટે લોહીનો નમૂનો આપનાર વ્યક્તિને રૂ 1 લાખનું ઈનામ આપશે.
,
(9.5) રાષ્ટ્રીય રજીસ્ટ્રાર શકમંદોના નામ, ફોટો અને અન્ય માહિતી સરકારી વેબસાઇટ પર મૂકશે અને તેમના બાંગ્લાદેશી સંબંધીઓના નામ અને અન્ય માહિતી પ્રદાન કરવા માટે બધાને વિનંતી કરશે.
,
(9.6) ઉપરોક્ત પ્રક્રિયાને અનુસરીને, રાષ્ટ્રીય રજીસ્ટ્રાર એ શંકાસ્પદ લોકોની યાદી તૈયાર કરશે કે જેઓ ગેરકાયદેસર વિદેશી રહેવાસી હોવાની તેમને ખાતરી છે.
,
(10) જ્યુરી દ્વારા સુનાવણી ; ગેરકાયદેસર વિદેશી રહેવાસીઓ અને પ્રતાડિત શરણાર્થીઓનો નિર્ણય
,
(10.1) રાષ્ટ્રીય રજીસ્ટ્રાર દરેક શંકાસ્પદની ટ્રાયલ માટે 5 જુદા જુદા જિલ્લાઓમાંથી 30 થી 55 વર્ષની વય વચ્ચેના 100 મતદારોને પસંદ કરશે. પ્રથમ જિલ્લો એ હશે જે એ જિલ્લાની સૌથી નજીકનો હશે, જ્યાંથી શંકાસ્પદને પકડવામાં આવ્યો છે અને જ્યાં બાંગ્લાદેશી વસ્તી 10% કરતા ઓછી પણ છે. રાષ્ટ્રીય રજિસ્ટ્રાર દ્વારા તેમની જાણકારીના આધારે જિલ્લામાં ગેરકાયદેસર વિદેશી રહેવાસીઓની ટકાવારી નક્કી કરવામાં આવશે. અન્ય 4 જિલ્લાઓ પ્રથમ જિલ્લાની નજીકના 4 જિલ્લાઓમાંથી હશે અને દરેક જિલ્લામાં ગેરકાયદેસર આર્થિક વિદેશી રહેવાસીઓની વસ્તી 10% કરતા ઓછી હોવી જોઈએ.
,
(10.1.1) રાષ્ટ્રીય રજીસ્ટ્રાર દરેક જિલ્લામાંથી રેન્ડમ (લોટરી દ્વારા) 20 મતદારોની પસંદગી કરશે. મતદારોની પસંદગી માટે મતદાર યાદીનો ઉપયોગ કરવામાં આવશે.
,
(10.1.2) રાષ્ટ્રીય રજીસ્ટ્રાર જિલ્લાઓની સંખ્યા વધારીને 10 કરી શકે છે, અને ઉપર આપેલ પ્રક્રિયાનો ઉપયોગ કરીને દરેક જિલ્લામાંથી રેન્ડમલી 20 મતદારો પસંદ કરી શકે છે. જિલ્લાઓની સંખ્યા અંગેનો અંતિમ નિર્ણય રાષ્ટ્રીય રજિસ્ટ્રાર પર રહેશે.
,
(10.2) આરોપીએ જ્યુરી સભ્યોને જણાવવું જોઈએ કે તેનો જન્મ ભારતમાં થયો હતો કે અન્ય દેશમાં થયો હતો. જો તેનો જન્મ ભારતમાં થયો હોય તો તેનો જન્મ કયા શહેરમાં કે ગામમાં થયો હતો અને તેણે પોતાનું શાળાકીય શિક્ષણ ક્યાં કર્યું હતું. તે તેના માતાપિતા, ભાઈ-બહેન, નજીકના સંબંધીઓ વગેરે વિશે પણ વિગતો આપશે. જો તેનો જન્મ ભારતની બહાર થયો હોય તો તે ભારતમાં કેમ અને ક્યારે રહેવા આવ્યો હતો.
,
(10.3) રાષ્ટ્રીય રજિસ્ટ્રારના અધિકારીઓ જ્યુરી સભ્યોને પણ જાણ કરશે કે આવી વ્યક્તિનો જન્મ ભારતમાં થયો છે કે ભારતની બહાર, અને શું તે ગેરકાયદેસર આર્થિક વિદેશી છે કે પ્રતાડિત શરણાર્થી છે.
,
(10.4) જો 50 થી વધુ જ્યુરી સભ્યો જાહેરમાં આરોપીનો પોલીગ્રાફ ટેસ્ટ, બ્રેઈનમેપિંગ અને/અથવા જાહેર નાર્કો ટેસ્ટ કરાવવાની ભલામણ કરે છે, તો આ પરીક્ષણો લેવામાં આવશે. દરેક જ્યુરી સભ્ય પોતાનો પ્રશ્ન સૂચવશે અને દરેક જ્યુરી સભ્ય દરેક પ્રશ્ન માટે 0-100 ની વચ્ચે માર્કસ આપશે. સૌથી વધુ ગુણ મેળવતા પ્રશ્નો પહેલા પૂછવામાં આવશે. રાષ્ટ્રીય રજિસ્ટ્રાર જાહેર નાર્કો-ટેસ્ટ અને બ્રેઈન-મેપિંગ માટે ડૉક્ટરની પસંદગી કરશે. પરંતુ જો 67 થી વધુ જ્યુરી સભ્યો અન્ય કોઈ ડૉક્ટરને મંજૂરી આપે છે, તો તે જ ડૉક્ટરની પસંદગી કરવામાં આવશે, જે જ્યુરી સભ્યો દ્વારા માન્ય છે. પસંદ કરેલા ડૉક્ટર પાસે રાષ્ટ્રીય રજિસ્ટ્રાર દ્વારા સૂચવવામાં આવેલી ડિગ્રી હોવી જોઈએ.
,
(10.5) તમામ પક્ષકારોને સાંભળ્યા પછી, દરેક જ્યુરી સભ્ય તેમનો અભિપ્રાય જણાવશે કે શું તેમના મતે આરોપી પ્રમાણિત ભારતીય નાગરિક છે, અથવા ગેરકાયદેસર આર્થિક વિદેશી છે, અથવા પ્રતાડિત શરણાર્થી છે. દરેક જ્યુરી સભ્ય એ પણ જણાવશે કે, જો આરોપી ગેરકાયદેસર આર્થિક વિદેશી હોય, તો તેને ભારતમાં અયોગ્ય રીતે પ્રવેશવા બદલ કેટલા વર્ષો માટે જેલની સજા થવી જોઈએ અને તેના પર કેટલો દંડ કરવો જોઈએ, અને જો આરોપી પ્રતાડીત શરણાર્થી હોય અથવા ભારતીય નાગરિક છે, તો તેને થયેલી અસુવિધા માટે વળતરની રકમ કેટલી હોવી જોઈએ. વળતરની રકમ ન્યૂનતમ 0 થી મહત્તમ 1,00,000 ની વચ્ચે રહેશે.
,
(11) સજા અને કેદનો ચુકાદો :
,
(11.1) જો 67% થી વધુ જ્યુરી સભ્યો આરોપીને ગેરકાયદેસર આર્થિક વિદેશી હોવાનું જાહેર કરે, તો રાષ્ટ્રીય રજીસ્ટ્રાર દરેક જ્યુરી સભ્ય દ્વારા સૂચવેલ મહિનાઓની કેદની મધ્ય સંખ્યા પસંદ કરશે અને તેને આટલા મહિનાઓ માટે કેદ કરશે. જેલની મહત્તમ મુદત 3 વર્ષની રહેશે. મુક્ત થયા પછી, રાષ્ટ્રીય રજીસ્ટ્રાર તેને તેના દેશના દેશનિકાલ/ અટકાયત કેન્દ્રમાં મોકલશે.
,
(11.2) જો 50% થી વધુ પરંતુ 67% થી ઓછા જ્યુરી સભ્યો અભિપ્રાય ધરાવે છે કે તે ગેરકાયદેસર આર્થિક વિદેશી છે, તો તેને કેદ કરવામાં આવશે નહીં અને તેને ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. પરંતુ તેમના રહેઠાણનો જિલ્લો રાષ્ટ્રીય રજિસ્ટ્રાર દ્વારા નક્કી કરવામાં આવશે.
,
(11.3) જો 50% કે તેથી ઓછા જ્યુરી સભ્યો નક્કી કરે છે કે તે ગેરકાયદેસર આર્થિક વિદેશી છે, તો તેને કોઈ સજા કરવામાં આવશે નહીં.
,
(11.4) જો જ્યુરીના 50% થી વધુ સભ્યો તેને ભારતીય નાગરિક તરીકે જાહેર કરે છે, તો તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં અને તેની સામે કોઈ પ્રતિબંધો લાગુ થશે નહીં, અને રાષ્ટ્રીય રજિસ્ટ્રાર જ્યુરી સભ્યો દ્વારા સૂચવેલ રકમની મધ્ય રકમ સમાન વળતર ચૂકવશે.
,
(11.5) જો જ્યુરીના 50% થી વધુ સભ્યો તેને બિન-ભારતીય નાગરિક પણ પ્રતાડીત શરણાર્થી તરીકે જાહેર કરે છે, તો રાષ્ટ્રીય રજિસ્ટ્રાર તેને શરણાર્થી તરીકે વર્ગીકૃત કરીને NRCI યાદીમાં સામેલ કરશે અને તે ભારતમાં એક નિવાસી તરીકે રાષ્ટ્રીય રજિસ્ટ્રાર દ્વારા બનાવવામાં આવેલા કોઈ જિલ્લામાં રહી શકે છે.
,
[ ટિપ્પણી 4 : વારંવાર પૂછાતા પ્રશ્નો ]
,
4a. શું મારે મારી નાગરિકતા સાબિત કરવી પડશે ?
,
તમે નાગરિક નથી તે સાબિત કરવાનો બોજ રાષ્ટ્રીય રજિસ્ટ્રાર પર રહેશે અને અંતિમ નિર્ણય જ્યુરી દ્વારા લેવામાં આવશે. જો તમારી નાગરિકતા વિશે ફરિયાદ હોય, અથવા જો કોઈ એવો દાવો કરે કે તમે ભારતના નાગરિક નથી, તો રાષ્ટ્રીય રજિસ્ટ્રરે નાગરિકોની જ્યુરી સમક્ષ તે સાબિત કરવું પડશે. જ્યાં સુધી રજિસ્ટ્રાર જ્યુરી સમક્ષ તેને સાબિત ન કરે ત્યાં સુધી તમારું નામ NRCIમાં રહેશે.
,
4b. નાગરિકતા રજીસ્ટરમાંથી મારું નામ હટાવવાનો અંતિમ નિર્ણય કોણ લેશે?
,
રજિસ્ટ્રાર એકત્ર કરેલા પુરાવા જ્યુરી સમક્ષ મૂકશે, અને તમને તમારો કેસ રજૂ કરવાની તક પણ મળશે. અંતિમ નિર્ણય નાગરિકોની જ્યુરી દ્વારા લેવામાં આવશે, અને તેની અપીલ હાઈકોર્ટ જ્યુરી અને સુપ્રીમ કોર્ટની જ્યુરી સમક્ષ કરી શકાય છે. ,
,
(12) અરજીઓ :
,
(12.1) રાષ્ટ્રીય રજીસ્ટ્રાર અથવા ગુનેગાર, જ્યુરી સભ્યના નિર્ણય સામે અપીલ કરી શકે છે. જે જ્યુરી સમક્ષ આ અપીલ કરવામાં આવશે, તે જ્યુરી પ્રાથમિક જ્યુરી મંડળના બે ગણા જિલ્લાઓમાંથી જ્યુરી મંડળ પસંદ કરવામાં આવશે, અને દરેક જિલ્લામાંથી, રાષ્ટ્રીય રજિસ્ટ્રાર 20 જ્યુરી સભ્યોને રેન્ડમલી પસંદ કરશે.
,
(12.2) દ્વિતીય જ્યુરીના નિર્ણય સામે હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકાય છે.
,
(12.3) કેદ/સજામાં ઘટાડો : રાષ્ટ્રીય રજીસ્ટ્રારના અધિકારી ગુનેગારને સંબંધીઓના નામ અને સરનામા આપવા માટે કહેશે. જો તે તેના સંબંધીઓ અથવા અન્ય ગેરકાયદેસર આર્થિક સ્થળાંતર કરનારાઓ વિશે માહિતી અને પુરાવા આપે છે, તો રાષ્ટ્રીય રજિસ્ટ્રાર તેની સજા ઘટાડવાની ભલામણ કરી શકે છે. જો જ્યુરી પરવાનગી આપે છે, તો સજામાં ઘટાડો કરવામાં આવશે.
,
(13) સમગ્ર ભારતમાં શરણાર્થીઓના બોજને વિભાજીત કરવા માટે જિલ્લાઓનું નિર્ધારણ :
,
રાષ્ટ્રીય રજિસ્ટ્રાર એવા જિલ્લાઓની યાદી તૈયાર કરશે જ્યાં શરણાર્થીઓની વસ્તી ઓછી છે. રાષ્ટ્રીય રજીસ્ટ્રાર સરહદી જિલ્લાઓ અને એવા જિલ્લાઓને યાદીમાંથી દૂર કરશે જ્યાં આર્થિક તકો ઓછી છે. શરણાર્થીઓએ ફક્ત તે જ જિલ્લાઓમાં રહેવાનું રહેશે જે સૂચિમાં દાખલ કરવામાં આવ્યા છે.
,
[ટિપ્પણી 5 : આ રીતે આસામ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઉત્તર પૂર્વ રાજ્ય, મુંબઈ, ગુડગાંવ, નોઈડા, વગેરે જિલ્લાઓના નામ આ સૂચિમાં નહીં આવે. કારણ કે આ વિસ્તારો પહેલાથી જ તેમના હિસ્સાના શરણાર્થીઓને આશ્રય આપી ચૂક્યા છે. સરહદી જિલ્લાઓ સુરક્ષાની દ્રષ્ટિ એ સંવેદનશીલ હોય છે અને ઓછી આર્થિક તકો ધરાવતાં શહેરો શરણાર્થીઓને આજીવિકાની પૂરતી તકો પૂરી પાડી શકતા નથી ]
,
(14) વોટ વાપસી : રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર અધિકારી (NCRO)
,
(14.1) કોઈપણ નાગરિક કે જેણે 35 વર્ષની વય પૂર્ણ કરી હોય તે NCRO બનવા માટે જિલ્લા કલેક્ટરને રૂબરૂ અથવા વકીલ મારફતે સોગંદનામું રજૂ કરી શકે છે. જિલ્લા કલેક્ટર સાંસદની ચૂંટણીમાં જમા કરાવવાની રકમ જેટલી ફી વસૂલ કરીને તેમની અરજી સ્વીકારશે, અને તેમને વિશિષ્ટ ક્રમાંક આપશે. કલેક્ટર સોગંદનામાને સ્કેન કરીને વડાપ્રધાનની વેબસાઇટ પર મૂકશે.
,
(14.2) કોઈપણ નાગરિક કોઈપણ દિવસે તલાટી કચેરીમાં જઈને NCRO માટે ના કોઈપણ ઉમેદવારના સમર્થનમાં હા રજીસ્ટર કરી શકે છે. તલાટી તેના કોમ્પ્યુટરમાં મતદારની હા દાખલ કરીને રસીદ આપશે. તલાટી મતદારની હા ને ઉમેદવારોના નામ અને મતદાર આઈડી કાર્ડ નંબર સાથે જિલ્લાની વેબસાઈટ પર પણ મૂકશે. મતદાર કોઈપણ પદ માટે ઉમેદવારોમાંથી તેની પસંદગીની 5 વ્યક્તિઓને સ્વીકૃતિ આપી શકે છે.
,
(14.3) સ્વીકૃતિ (હા)ની નોંધણી માટે મતદારે રૂ.3 ફી ચૂકવવી પડશે. બીપીએલ કાર્ડ ધારક માટે ફી રૂ. 1 હશે.
,
(14.4) જો કોઈ મતદાર તેની મંજુરી રદ કરાવવા આવે તો તલાટી કોઈપણ ફી લીધા વગર એક અથવા વધુ નામો રદ કરશે.
,
(14.4) દર સોમવારે મહિનાની 5મી તારીખે, કલેક્ટર અગાઉના મહિનાના છેલ્લા દિવસ સુધી પ્રાપ્ત દરેક ઉમેદવારોને મળેલી સ્વીકૃતિની ગણતરી પ્રકાશિત કરશે. તલાટી દર સોમવારે તેમના વિસ્તારની સ્વીકૃતિઓનું આ પ્રદર્શન કરશે. સ્વીકૃતિઓનું પ્રદર્શન 5મીએ કેબિનેટ સચિવ દ્વારા પણ કરવામાં આવશે.
,
[નોંધ: કલેક્ટર એવી સિસ્ટમ બનાવી શકે છે કે મતદારો SMS, ATM અને મોબાઇલ એપ દ્વારા તેમની સ્વીકૃતિની નોંધણી કરાવી શકે.]
રેન્જ વોટિંગ - વડાપ્રધાન અથવા મુખ્યમંત્રી એવી સિસ્ટમ બનાવી શકે છે કે મતદાતા કોઈપણ ઉમેદવારને -100 થી 100 વચ્ચેના માર્ક્સ આપી શકે. જો મતદાર માત્ર હા દાખલ કરે છે તો તેને 100 ગુણ સમાન ગણવામાં આવશે. જો મતદાર તેની સ્વીકૃતિની નોંધણી નહીં કરાવે, તો તેને શૂન્ય ગુણ ગણવામાં આવશે. પરંતુ જો મતદાર માર્ક્સ આપશે તો તેના દ્વારા આપવામાં આવેલ માર્ક્સ જ માન્ય ગણાશે. શ્રેણી મતદાનની આ પ્રક્રિયા સ્વીકૃતિ પ્રણાલી કરતાં ચડિયાતી છે, અને તીરની નકામી અશક્યતા પ્રમેય(Arrow’s Useless Impossibility Theorem) થી પ્રતિરક્ષા પૂરી પાડે છે.]
,
(15) જનતાનો અવાજ :
,
(15.1) જો કોઈ મતદારને આ કાયદામાં કોઈ ફેરફાર જોઈતો હોય તો તે કલેક્ટર કચેરીમાં સોગંદનામું રજૂ કરી શકે છે. જિલ્લા કલેક્ટર પ્રતિ પૃષ્ઠ 20 રૂપિયાની ફી વસૂલ કરીને મતદારના મતદાર આઈડી નંબર સાથે વડાપ્રધાનની વેબસાઈટ પર સોગંધનામું સ્કેન કરીને રાખશે.
,
(15.2) જો કોઈ મતદાર કલમ 15.1 હેઠળ રજૂ કરેલ કોઈપણ સોગંધનામાં પર તેનું સમર્થન નોંધવા માંગતો હોય, તો તે તલાટી કચેરીમાં રૂ. 3 ની ફી ભરીને તેની હા/ના ની નોંધણી કરાવી શકે છે. તલાટી તેની નોંધ કરશે અને હા/ના ને મતદારના મતદાર આઈડી નંબર સાથે વડાપ્રધાનની વેબસાઈટ પર મુકશે.
,
--------- NRCI ડ્રાફ્ટની પૂર્ણતા ---------