૦૬) સંપૂર્ણપણે ભારતીય નાગરિકોની માલિકીની કંપનીઓ (WOICs)
સંપૂર્ણપણે ભારતીય નાગરિકોની માલિકીની કંપનીઓ (WOICs) માટે કાનૂની ડ્રાફ્ટ
WOIC ; Law Draft for Wholly Owned by Indian citizens Company
WOIC ; ભારતીય નાગરિકોની સંપૂર્ણ માલિકીની કંપનીઓ માટેનો કાયદો ડ્રાફ્ટ
આ કાયદામાં 2 કલમો છે. પ્રથમ કલમ ભારતના સંવેદનશીલ વિસ્તારોમાં વિદેશી રોકાણ (FDI) પર નિયંત્રણો લાદીને માત્ર "સંપૂર્ણપણે ભારતીય નાગરિકોની માલિકીની કંપનીઓ"ને જ વેપાર કરવાની મંજૂરી આપે છે. અને બીજો વિભાગ ભારતમાં ભારતીયો (Made in India Made by Indians) દ્વારા સ્વદેશી શસ્ત્રોના ઉત્પાદન માટે જરૂરી શાસનની રચના કરે છે.
આ કાયદાને સંસદથી સાધારણ બહુમતીથી પસાર કરીને રાજપત્રમાં છાપી શકાય છે. જો આ કાયદો વિશ્વ વ્યાપાર સંગઠનના (W.T.O.) કોઈપણ કરારનું ઉલ્લંઘન કરતો હોય, તો W.T.O. ભારતને કરારમાંથી બહાર કરી શકે છે અથવા વડાપ્રધાન ભારતને W.T.O કરારમાંથી અલગ કરવા માટે જરૂરી સૂચના આપી શકે છે. #Rrp06 , #WOIC
જો તમે આ કાયદાનું સમર્થન કરો છો, તો વડાપ્રધાનને એક પોસ્ટકાર્ડ મોકલો. પોસ્ટકાર્ડ પર આ લખો:
"વડાપ્રધાન જી , કૃપા કરીને વોઇક કાયદો રાજપત્રમાં છાપો - #WOIC
----- ડ્રાફ્ટની શરૂઆત -----
વિભાગ - અ ; મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિદેશી કંપનીઓ પર નિયંત્રણો માટેની જોગવાઈઓ
(01) કોઈપણ કંપની પોતાની જાતને વોઈક એટલે કે 'સંપૂર્ણપણે ભારતીય નાગરિકોની માલિકીની કંપની ' (Woic = Wholly Owned by Indian citizens Company) તરીકે નોંધણી કરાવી શકે છે. વોઈક કંપની એટલે કે એવી કોઈપણ કંપની કે જેમાં 100% શેર (Share) ભારતીય નાગરિકો અથવા ભારત સરકાર કે અન્ય કોઈ વોઈક કંપની પાસે હોય, અને આવી કંપનીના કોઈ શેર વિદેશીઓ પાસે ન હોય.
(02) નીચે જણાવેલ વ્યક્તિઓ (Individuals) સિવાય કોઈપણ વ્યક્તિકોઈ પણ વોઈક (WOIC) કંપનીના શેર ખરીદી શકશે નહીં:
(2.1) કોઈપણ ભારતીય નાગરિક કે જેની ઉંમર 18 વર્ષથી વધુ છે (Indian Citizen)
(2.2) 18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ અસ્થાયી નિવાસી ભારતીય નાગરિક (NRI = Non Resident Indian)
(2.3) કોઈપણ કંપની કે જે વોઈક તરીકે નોંધાયેલ છે.
(2.4) ભારતની કેન્દ્રીય રાજ્ય અથવા સ્થાનિક સરકાર
(03) માત્ર ભારતીય નાગરિક જ કોઈ WOIC કંપનીના ડિરેક્ટર, ચેરમેન અથવા ભાગીદાર બની શકે.
(04) જો કોઈ વોઈક કંપનીનો ભાગીદાર બીજા દેશની નાગરિકતા મેળવે છે, તો તેણે તેના 3 મહિનાની અંદર તેના શેર વેચી દેવા પડશે, અથવા સમયગાળો સમાપ્ત થયા પછી, વોઈક રજિસ્ટ્રાર તે શેરની હરાજી કરશે અને હરાજી ફી કાપી હરાજીથી મળેલ નાણાં એ નાગરિકને આપી દેશે. વોઈક કંપની દર મહિને કંપનીની માલિકીની સંપૂર્ણ વિગતોની અપડેટેડ માહિતી વોઈક રજિસ્ટ્રારને આપશે.
(05) દરેક મંત્રી, સાંસદ, ધારાસભ્ય, ન્યાયાધીશ અને સરકારી કર્મચારી એ જાહેર કરશે કે તેની પાસે કઈ વોઈક અથવા નોન-વોઈક કંપનીની કેટલી માલિકી (Sharing)છે .
(06) વોઇક કંપનીઓનું અધિકારક્ષેત્ર અને નોન વોઇક કંપનીઓ પરના નિયંત્રણો:
(6.1) નોન-વોઈક કંપની ભારતમાં કોઈ પણ જમીન અથવા નિર્માણ નહીં ખરીદી શકે અને ના તો 10 વર્ષથી વધુ સમયગાળા માટે ભાડે લઈ શકશે.
(6.2) નોન-વોઈક કંપની ના તો ખાણો અને ખેતીની જમીન ખરીદી શકશે કે ન તો તેને ભાડે લઈ શકશે.
(6.3) નોન-વોઈક કંપનીને ભારતમાં બેંક ખોલવાની અથવા એવી કોઈપણ નાણાકીય કંપની ખોલવાની પરવાનગી નહીં હોય જે થાપણો (Deposites) સ્વીકારતી હોય,
(6.4) માત્ર વોઈક કંપનીઓ જ ખાદ્ય પદાર્થોનું (જે દવાઓ નથી) ઉત્પાદન કરી શકે છે .
(6.5) બેંકો માત્ર વોઈક કંપનીને જ લોન આપી શકશે.
(6.6) માત્ર વોઇક કંપનીને જ ખોદકામ જેમકે કાચા તેલની ખુદાઇ અને ઉર્જા ક્ષેત્રમાં કામ કરવાની મંજૂરી હશે.
(6.7) માત્ર વોઈક કંપનીઓને શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષણ બોર્ડ, શાળાઓ અને યુનિવર્સિટીઓ ખોલવાની મંજૂરી આપવામાં આવશે.
(6.8) માત્ર વોઇક કંપનીઓ જ કોમ્યુનિકેશન, મીડિયા, રેલ્વે, સેટેલાઇટ, સંરક્ષણ ઉત્પાદનના ક્ષેત્રમાં કામ કરી શકશે અને નોન-વોઇક કંપનીઓને આ ક્ષેત્રોમાં વ્યાપાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોમ્યુનિકેશન અને મીડિયામાં તમામ દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમો જેવાકે દરેક પ્રકારનાં અખબારો, સામયિકો, ચેનલો, ફિલ્મો, ઈન્ટરનેટ સેવાઓ, સોશિયલ મીડિયા, ટેલિકોમ્યુનિકેશન્સનો સમાવેશ થાય છે. સંરક્ષણ ઉત્પાદનમાં તમામ પ્રકારના શસ્ત્રોનું ઉત્પાદન અને લશ્કરી સાધનોનો સમાવેશ થાય છે.]
[નોંધ: જો આ વિભાગનો કોઈપણ કાયદો વિશ્વ વ્યાપાર સંગઠનના (W.T.O.) કોઈપણ કરારનું ઉલ્લંઘન કરતો હોય, તો W.T.O. ભારતને કરારમાંથી બહાર કરી શકે છે, અથવા વડાપ્રધાન ભારતને W.T.O.કરારમાંથી અલગ કરવા માટે જરૂરી સૂચના જારી કરી શકે છે.]
વિભાગ - બ ; સ્વદેશી શસ્ત્રોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની જોગવાઈ
(07) સંરક્ષણ પ્રધાન નીચેના શસ્ત્રોની વ્યાખ્યા પ્રકાશિત કરશે:
1. નાની બંદૂકો.
2. મધ્યમ કદની બંદૂકો.
3. મોટી બંદૂકો.
4. હોવિત્ઝર તથા હોવિત્ઝર્સ જેવા જ અન્ય પ્રકારો
5. ટેંક તથા ટેંકના અન્ય પ્રકારો
6. કારતુસ, ગોળાઓ તથા કારતુસ અને ગોળાઓના અન્ય પ્રકારો.
7. મિસાઇલો અને મિસાઇલોના અન્ય પ્રકારો.
8. લડાકુ વિમાનો અને લડાકુ વિમાનોના અન્ય પ્રકારો.
9. સેના દ્વારા ઉપયોગમાં લેવાતા અન્ય સાધનો અને તેમના પ્રકારો.
10. પરમાણુ શસ્ત્રો અને તેના પ્રકારો.
11. રાસાયણિક શસ્ત્રો અને તેના પ્રકારો.
12. જૈવિક શસ્ત્રો અને તેના પ્રકારો.
(08) સંરક્ષણ પ્રધાન શસ્ત્રોની નીચેની ત્રણ શ્રેણીઓ નક્કી કરશે અને પ્રકાશિત કરશે -
(8.1) પ્રથમ શ્રેણી : શસ્ત્રો જેના માટે નોંધણી કરાવવી જરૂરી નથી.
(8.2) બીજી શ્રેણી: એવા શસ્ત્રો જેના માટે નોંધણી જરૂરી છે પરંતુ લાયસન્સ નહી.
(8.3) ત્રીજી શ્રેણી: એવા હથિયારો જેના માટે લાયસન્સ જરૂરી હોય.
(09) સંરક્ષણ પ્રધાન નીચેના શસ્ત્રોને 'બીજી શ્રેણી' = 'નોંધણી જરૂરી પરંતુ લાયસન્સ જરૂરી નથી' સૂચિ હેઠળ મૂકશે:
1. નાની બંદૂકો
2. મધ્યમ કદની બંદૂકો
3. મોટી બંદૂકો
ભારત સરકાર ઈન્સાસ (INSAS) રાઇફલ્સ, 303, 202, .22 રિવોલ્વર અને ભારતીય પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતી તમામ બંદૂકો, જે " ઈન્સાસ કરતાં ઓછા" સ્તરની છે, એની ડિઝાઇનને સાર્વજનિક કરશે, કોઈપણ નાગરિક આ ડિઝાઇનથી, કોઈપણ લાયસન્સ વિના, માત્ર નોંધણી કરીને, બંદૂક અથવા બંદૂકના ભાગો અથવા બંદૂકની ગોળીઓની ફેક્ટરી શરૂ કરી શકે છે. કોઈપણ નાગરિક ગોલી-રોક (બુલેટ પ્રુફ) જેકેટ પણ બનાવી શકે છે.
(10) સંરક્ષણ પ્રધાન એવા શસ્ત્રોની એક યાદી બહાર પાડશે જેના માટે નોંધણી અથવા લાયસન્સની જરૂર નથી. સંરક્ષણ પ્રધાન નીચેના શસ્ત્રોને ત્રીજી શ્રેણી = લાઇસન્સ આવશ્યકની સૂચિ હેઠળ મૂકશે:
1. મંજૂર હોવિત્ઝર્સ અને તેમના પ્રકારો.
2. મંજૂર ટેન્કો અને તેમના પ્રકારો.
3. મંજૂર મિસાઇલો અને તેમના પ્રકારો.
4. મંજૂર કારતુસ, ગોળાઓ અને તેમના પ્રકારો.
5. મંજૂર લડાકુ વિમાનો અને તેમના પ્રકારો.
6. લશ્કર દ્વારા સ્વીકૃત અને ઉપયોગમાં લેવાતા અન્ય પ્રકારના શસ્ત્રો
7. પરમાણુ શસ્ત્રો અને તેમના પ્રકારો.
8. જૈવિક શસ્ત્રો અને તેમના પ્રકારો.
9. રાસાયણિક શસ્ત્રો અને તેમના પ્રકારો.
(11) જે હથિયારો માટે માત્ર નોંધણી ફરજિયાત છે, એવા હથિયારોના ઉત્પાદન માટે સંરક્ષણ પ્રધાન ભારતીય નાગરિકોની સંપૂર્ણ માલિકીની કંપનીઓ (WOICs) માટે જરૂરી સૂચનાઓ જારી કરશે.
સંરક્ષણ પ્રધાન એ સુનિશ્ચિત કરશે કે આ કંપનીઓ દ્વારા કઈ માહિતી જાહેર કરવામાં આવશે અને કઈ માહિતી સંરક્ષણ મંત્રાલય પાસે ગુપ્ત રહેશે. સંરક્ષણ પ્રધાન એ પણ નિર્દેશ કરશે કે આ કંપનીઓએ કઈ માહિતી પ્રકાશિત કરવી પડશે અને કઈ માહિતી કંપનીઓ પોતાની પાસે ગુપ્ત રાખી શકે છે.
(12) જે કંપનીઓ ભારતીય નાગરિકોની સંપૂર્ણ માલિકીની નથી, એવી કંપનીઓ માટે ત્રણેય શ્રેણીઓ અને અન્ય કોઈપણ શ્રેણીના શસ્ત્રોના ઉત્પાદન માટે નોંધણી અને લાઇસન્સ લેવું ફરજિયાત રહેશે.
(13) જો શસ્ત્રોનું ઉત્પાદન કરતી કંપનીઓ વચ્ચે કોઈ વિવાદ થાય અથવા જો કોઈ નાગરિક અથવા સરકારી અધિકારીને લાગે કે ફેક્ટરીનો માલિક કોઈ કાયદો તોડી રહ્યો છે, તો કોર્ટ કેસનો નિકાલ ન્યાયાધીશ દ્વારા નહીં, પરંતુ જિલ્લાના મતદારોની જૂરી દ્વારા થશે. જ્યુરી સભ્યોની પસંદગી જિલ્લાની મતદાર યાદીમાંથી 30 અને 55 વર્ષની વય જૂથમાંથી કરવામાં આવશે. કેસની અપીલ રાજ્ય જ્યુરી અને રાષ્ટ્રીય જ્યુરી સમક્ષ કરી શકાય છે.
[નોંધ: જ્યુરીના બંધારણ અને સંચાલન માટેની પ્રક્રિયા એવી જ રીતની રહેશે જેવી સૂચિત જ્યુરી કોર્ટના કાયદાના ડ્રાફ્ટમાં આપેલી છે ]
(14) કરોને (Tax) લગતા તમામ કાયદાઓ અને સંધિઓ, જે કોઈપણ વિદેશી એકમો અથવા વિદેશી મૂડી પર ઉત્તપતી યા સ્ત્રોતના આધારે પૂંજીગત, વસ્તુગત અથવા સેવા કરોમાં કોઈપણ પ્રકારની છૂટ આપે છે અથવા ઓછા કરોની જોગવાઇ કરે છે, એને હવેથી રદ કરવામાં આવે છે. ભલે આ મૂડી આ કાયદો લાગુ થયાની તારીખથી પહેલા મેળવવામાં આવેલી હોય કે પછી થી.તમામ વિદેશી એકમો પર ભારતીય એકમો જેવા જ ટેક્સના દરોને લાગુ પડશે.
(15) મોરેશિયસની સંધિ, ફિજીની સંધિ, સિંગાપોરની સંધિ અને આવી તમામ સંધિઓ કે જે વિદેશી મૂડી પર ઓછા દરે આવકવેરા, અથવા ઓછા દરે મૂડી લાભ કર લાદે છે, તે હવે થી રદ કરવામાં આવે છે. ભલે આવો લાભ (મૂડી લાભનો સમાવેશ કરતાં ) આ અધિનિયનને લાગુ થયાની તારીખથી પહેલા પ્રાપ્ત થયો હોય કે પછી થી.
તમામ વિદેશી મૂડી અને તેના પર મળેલા મૂડી લાભો સહિત તમામ પ્રકારના લાભો ભારતીય એકમો પર લાદવામાં આવતા કરોના દરની સમાન જ કર યોગ્ય રહેશે.
(16) જનતાનો અવાજ
(16.1) જો કોઈ મતદારને આ કાયદામાં કોઈ ફેરફાર જોઈતો હોય તો તે કલેક્ટર કચેરીમાં સોગંદનામું રજૂ કરી શકે છે. જિલ્લા કલેક્ટર પ્રતિ પૃષ્ઠ 20 રૂપિયાની ફી વસૂલ કરીને મતદારના મતદાર આઈડી નંબર સાથે વડાપ્રધાનની વેબસાઈટ પર એફિડેવિટ સ્કેન કરીને રાખશે.
(16.2) જો કોઈ મતદાર કલમ 14.1 હેઠળ રજૂ કરેલ કોઈપણ સોગંદનામા પર પોતાનું સમર્થન નોંધાવા માંગતો હોય, તો તે પટવારી ઓફિસમાં રૂ. 3 ની ફી ભરીને તેની હા/ના નોંધાવી શકે છે. પટવારી તેની નોંધ કરશે અને હા/ના મતદારના મતદાર આઈડી નંબર સાથે વડાપ્રધાનની વેબસાઇટ પર જાહેર કરશે.
[નોંધ: જો આ કાયદાના અમલીકરણના 4 વર્ષ પછી વ્યવસ્થામાં સકારાત્મક ફેરફાર થાય, તો કોઈપણ નાગરિક આ કાયદાની કલમ (14.1) હેઠળ એક સોગંદનામું રજૂ કરી શકે છે, જેમાં તે કાર્યકર્તાઓને આશ્વાસન તરીકે કોઈપણ વ્યાજબી વિચારણા આપવામાં આવશે. જેઓએ આ કાયદાના અમલ માટે ગંભીર પ્રયાસો કર્યા છે. જો 51% નાગરિકો આ સોગંદનામા પર હા નોંધાવે છે, તો વડાપ્રધાન તેને લાગુ કરવા માટે આદેશ જારી કરી શકે છે. ,
-----ડ્રાફ્ટનો અંત----